ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ વિકાસમાં, અમેરિકાએ આશરે 93 મિલિયન ડોલર મૂલ્યના સંરક્ષણ હથિયારોના ભારતને વેચાણને મંજૂરી આપી છે. આ નિર્ણય સાથે ભારતને અત્યાધુનિક જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા આગળ વધશે.
આ વચ્ચે, પાકિસ્તાનના વડાપ્રધાન અને આર્મી ચીફ દ્વારા ભારતઅમેરિકા સંબંધોમાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ થયાના દાવાઓ સામે, બંને દેશોએ પોતાની રક્ષા સહકારને વધુ મજબૂત બનાવતા આ ડીલને મંજૂરી આપી દીધી છે.
- Advertisement -
ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી દ્વારા આ પ્રસ્તાવિત ટ્રાન્સફરની કોંગ્રેસને ઔપચારિક રીતે સૂચના આપી દેવામાં આવી છે. જેમાં 100 ઋૠખ-148 જેવેલિન મિસાઈલો, 25 હળવા કમાન્ડ લોન્ચ યુનિટ્સ (કઈકઞ), 216 એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડ્સ (આશરે 47 મિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.
ઉજઈઅના નિવેદન અનુસાર, આ ડીલમાં લાઈફસાઇકલ સપોર્ટ, સલામતી નિરીક્ષણ, ઓપરેટર તાલીમ, લોન્ચ યુનિટ્સ માટે નવીનીકરણ સેવાઓ અને સંપૂર્ણ કાર્યકારી ક્ષમતા માટે જરૂરી અન્ય સંબંધિત તત્વોનો પણ સમાવેશ થાય છે.
અમેરિકા દ્વારા આ હથિયારોના વેચાણનો ઉદ્દેશ્ર્ય ભારતની સંરક્ષણ ક્ષમતાને વધારવાનો છે. આ ડીલ અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે અને હાલના તેમજ ઉભરતા જોખમોનો સામનો કરવાની ભારતની ક્ષમતામાં વધારો કરશે. આ હથિયારોનું વેચાણ ભારતને તેના માતૃભૂમિ સંરક્ષણને મજબૂત બનાવવામાં અને પ્રાદેશિક જોખમોને રોકવામાં સુધારો કરશે. જેવેલિન મિસાઇલો અને એક્સકેલિબર રાઉન્ડ્સ ભારતીય સેનાની જમીન પરની લડાઈ ક્ષમતામાં ગુણાત્મક વધારો કરશે.



