એલન મસ્કે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંભાળતા પહેલા ટ્વિટર પર ડીએમ સહિતની દરેક વસ્તુની સંપૂર્ણ ઍક્સેસ યુએસ સરકારને હતી
એલન મસ્ક તેના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. એવામાં એલન મસ્કે દાવો કર્યો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંભાળતા પહેલા ટ્વિટર પર ડીએમ સહિતની દરેક વસ્તુની સંપૂર્ણ ઍક્સેસ યુએસ સરકારને હતી. ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટકર કાર્લસન સાથેની એક મુલાકાતમાં મસ્કે દાવો કર્યો હતો કે તેઓ ટ્વિટર પ્લેટફોર્મ પર સરકારની ઍક્સેસની હદ શોધીને ચોંકી ગયા હતા. “ટ્વિટર પર ચાલી રહેલી દરેક બાબતમાં સરકારી એજન્સીઓની પાસે સંપૂર્ણ ઍક્સેસ હતું અને એ જોઈને હું પણ ચોંકી ગયો હતો”.
- Advertisement -
— Tucker Carlson (@TuckerCarlson) April 16, 2023
- Advertisement -
મસ્કે ટ્વિટર પર પોસ્ટ કરેલી મુલાકાતની ક્લિપમાં આ વિશે જણાવ્યું હતું. એ ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.