ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા, તા.4
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના ઋ1 વિઝા મંજૂરીમાં અમેરિકાએ ઘણો જ ઘટાડો કર્યો છે. હાલના ડેટા જોવામાં આવે તો જૂન, જુલાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એ બાબત તરફ સૂચિત કરે છે કે ભવિષ્યમાં સરકારની પોલિસી સહિત અનેક બાબતો વિદેશમાં ભણવા માગતા વિદ્યાર્થીઓને અસર કરશે. 2023માં 88,556 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા, તેની સામે 2024માં 58,726 વિઝા મંજૂર થયા.
અમેરિકા ભવિષ્યમાં વિઝામાં વધારો કરશે. વિદ્યાર્થીઓએ કેટલાક મુદ્દે ધ્યાન રાખવાની જરૂર છે, જેમાં યુનિવર્સિટીની પસંદગી, TOEFLઅને GRE એક્ઝામ તથા ઇન્ટરવ્યૂમાં પૂરતી તૈયારી કરવી જરૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આત્મવિશ્ર્વાસ રાખવાની જરૂર છે. વિઝા મંજૂરીમાં ઘટાડો આવ્યો છે,અમેરિકામાં ઇલેક્શન છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નીતિ સ્પષ્ટ કરવામાં આવશે. હાલમાં તો વિદ્યાર્થીઓ પોતાની તૈયારીઓ વધુ સારી રીતે કરે તે જરૂરી છે.
સ્ટૂડન્ટ વિઝામાં ઘટાડો થયો તે ચોક્કસ ચિંતાનું કારણ છે. અમેરિકા ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ હાલમાં એવી આશા રાખી શકે કે વિઝામાં વધારો થશે. અમેરિકામાં ઇલેક્શન બાદ વિઝા પ્રોસેસને નોંધપાત્ર અસર થઈ શકે છે.