અમેરિકા માટે પાકિસ્તાન નવો પડકાર: જ્હોન ફાઈનર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકાના ડેપ્યુટી ગજઅ જ્હોન ફાઈનર (ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝર)એ ગુરુવારે કહ્યું કે અમેરિકાને પણ પાકિસ્તાનના એડવાન્સ મિસાઈલ પ્રોગ્રામથી ખતરો છે. આ મિસાઈલો એશિયા અને અમેરિકાની બહાર પણ હુમલો કરી શકે છે. આનાથી પાકિસ્તાનના ઈરાદા પર સવાલો ઉભા થાય છે. ફાઈનરે કહ્યું કે પાકિસ્તાને એડવાન્સ મિસાઈલ ટેક્નોલોજી મેળવી લીધી છે. આમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને મોટી રોકેટ મોટર્સનું પરીક્ષણ સામેલ છે. જો પાકિસ્તાનનું આ વલણ ચાલુ રહેશે તો પાકિસ્તાન માત્ર એશિયા જ નહીં પરંતુ અમેરિકા પર પણ હુમલો કરવાની ક્ષમતા ધરાવશે. ડેપ્યુટી ગજઅ જોન ફાઈનર કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ ખાતે સ્પીચ આપવા આવ્યા હતા. ફાઈનરે કહ્યું કે પાકિસ્તાન અમેરિકાની સુરક્ષા માટે ખતરો હોય તેવું લાગે છે. ફાઈનરના મતે માત્ર ત્રણ જ દેશો એવા છે જેમની પાસે પરમાણુ હથિયાર છે અને અમેરિકા પર મિસાઈલ હુમલો કરવાની ક્ષમતા છે. જેમાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. ત્રણેય દેશો અમેરિકાની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના આ પગલાં અમેરિકા માટે એક નવા પડકાર તરીકે ઉભરી રહ્યા છે.
- Advertisement -
ફાઈનરે કહ્યું, પાકિસ્તાનનું આ પગલું ચોંકાવનારું છે કારણ કે તે અમેરિકાનું સાથી રહ્યું છે. અમે ઘણી વખત પાકિસ્તાન સમક્ષ અમારી ચિંતા વ્યક્ત કરી છે. અમે મુશ્ર્કેલ સમયમાં તેમને ટેકો આપ્યો છે અને આગળ જતા સહયોગી સંબંધ જાળવી રાખવાની આશા રાખીએ છીએ. આવી સ્થિતિમાં, પાકિસ્તાનનું આ પગલું આપણને પ્રશ્ર્ન કરવા મજબૂર કરે છે કે તે એવી ક્ષમતા કેમ મેળવવા માગે છે જેનો ઉપયોગ આપણી વિરુદ્ધ થઈ શકે.બુધવારે અમેરિકાએ લાંબા અંતરની મિસાઈલ બનાવવા માટે પાકિસ્તાનની ચાર સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં પાકિસ્તાનની સરકારી એરોસ્પેસ અને સંરક્ષણ એજન્સી નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (NDC)નો પણ સમાવેશ થાય છે. આ સિવાય એફિલિએટ્સ ઈન્ટરનેશનલ, અખ્તર એન્ડ સન્સ પ્રાઈવેટ લિમિટેડ, રોકસાઈડ એન્ટરપ્રાઈઝ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી અગઈંએ અમેરિકાને ટાંકીને કહ્યું કે ચાર પ્રતિબંધિત કંપનીઓ પાકિસ્તાનના બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે જરૂરી સાધનો પૂરા પાડી રહી છે. અમેરિકા ભવિષ્યમાં પણ આવી ગતિવિધિઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
NDCની મદદથી બનેલી શાહીન સીરિઝની બેલેસ્ટિક મિસાઈલ
- Advertisement -
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની શાહીન-સિરીઝની બેલેસ્ટિક મિસાઇલો એનડીસીની મદદથી વિકસાવવામાં આવી છે. આ સિવાય કરાચીની અખ્તર એન્ડ સન્સ પ્રાઈવેટ કંપની પર મિસાઈલ સંબંધિત મશીનો ખરીદવામાં NDCની મદદ કરવાનો આરોપ છે. આ વર્ષની શરૂઆતમાં અમેરિકાએ ચીનની ત્રણ કંપનીઓને પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેક્નોલોજી સપ્લાય કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ યાદીમાં બેલારુસની એક કંપની પણ સામેલ હતી. નવેમ્બર 2019માં પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ શાહીન-1 મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેની રેન્જ 650 કિમી સુધીની છે. તે તમામ પ્રકારના હથિયારો લઈ જઈ શકે છે. આ સિવાય પાકિસ્તાને શાહીન-2 અને શાહીન-3 મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું છે.