માર્યા ગયેલા આતંકવાદીઓને ક્રિસમસની શુભેચ્છા, આ લોકો ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યા હતા: ટ્રમ્પ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકાએ ગુરુવાર રાત્રે નાઇજીરિયામાં આતંકી સંગઠન ઈંજઈંજનાં ઠેકાણાં પર એરસ્ટ્રાઇક કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી. ટ્રમ્પનો આરોપ છે કે અહીં ઈંજઈંજ ખ્રિસ્તીઓને નિશાન બનાવીને નિર્દયતાથી તેમની હત્યા કરી રહ્યું છે. તેમણે ઈંજઈંજના આતંકીઓને ’આતંકી કચરો’ ગણાવતા લખ્યું કે આ સંગઠન લાંબા સમયથી નિર્દોષ ખ્રિસ્તીઓની હત્યા કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનમાં અમેરિકી સેનાએ ઘણી સચોટ (પરફેક્ટ) સ્ટ્રાઇક કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે અમેરિકા’ કટ્ટર ઇસ્લામી આતંકવાદને પાંગરવા નહીં દે.’ પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને ક્રિસમસની શુભેચ્છાઓ આપી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે, તો આગળ વધુ આતંકીઓ માર્યા જશે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી નાઇજીરિયા સરકાતરના સહયોગથી કરવામાં આવી છે અને આગામી સમયમાં વધુ હુમલા થઈ શકે છે. તેમણે નાઇજીરિયા સરકારનો મદદ અને સહયોગ માટે આભાર માન્યો. અમેરિકી સેનાની આફ્રિકા કમાન્ડના જણાવ્યા અનુસાર આ હુમલો નાઇજીરિયાના સોકોતો રાજ્યમાં કરવામાં આવ્યો હતો, જેમાં ઈંજઈંજના અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે હુમલો ક્યારે થયો અને તેમાં કેટલું નુકસાન થયું. નાઇજીરિયા સરકારે કહ્યું છે કે આ હુમલો અમેરિકા સાથે ચાલી રહેલા સુરક્ષા સહયોગનો એક ભાગ છે. બંને દેશો મળીને આતંકવાદ સામે લડવા માટે ગુપ્ત માહિતી શેર કરી રહ્યા છે અને વ્યૂહરચના બનાવી રહ્યા છે.
અમેરિકા કટ્ટર ઇસ્લામી આતંકવાદને ફેલાવા દેશે નહીં: રાષ્ટ્રપતિ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે તેમના નેતૃત્વમાં અમેરિકા “કટ્ટર ઇસ્લામી આતંકવાદને ફેલાવા દેશે નહીં.” પોસ્ટના અંતમાં ટ્રમ્પે સેનાને આશીર્વાદ આપતા ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે જો ખ્રિસ્તીઓની હત્યાઓ ચાલુ રહેશે, તો આગળ વધુ આતંકવાદીઓ માર્યા જશે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સિવિલ લિબર્ટીઝ એન્ડ ધ રૂલ ઓફ લોના એક રિપોર્ટ અનુસાર, નાઇજીરીયામાં જાન્યુઆરીથી 10 ઓગસ્ટ સુધી ધાર્મિક હિંસા વધવાને કારણે 7,000થી વધુ ખ્રિસ્તીઓની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાઓ પાછળ બોકો હરમ અને ચર ચરમપંથી ફુલાની જેવા આતંકવાદી સંગઠનો જવાબદાર છે.



