ઇઝરાયલ અને હમાસની વચ્ચે બે મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલુ છે. આ વચ્ચે સમાચાર આવ્યા કે, અમેરિકાની સેનાના હિજબુલ્લાહ અને તેમને સંબંધિત જગ્યાઓ પર હુમલા કર્યા છે. પહેલા આ લોકો તરફથી ત્રણ અમેરિકી સૈનિકો પર હુમલો કર્યો હતો. ત્યાર પછી અમેરિકી સેનાએ ઇરાકમાં ઇરાન સમર્થિત દળોના ત્રણ જગ્યા પર હુમલા કર્યા. સુરક્ષા અધિકારી લોયડ ઓસ્ટિને આ હુમલાને જરૂરી ગણાવ્યા છે.
હુમલાનો પલટવાર કર્યો
અમેરિકાના સેક્રેટરી ઓફ ડિફેન્સ એટલે કે સુરક્ષા અધિકારીએ આ હુમલાની ખાતરી કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ પર અમેરિકાના ખતરનાક લડાકુ વિમાનોને કતાઇબ હિજબુલ્લાહ અને તેમના સંબંધિત ગુટાની ત્રણ જગ્યાઓ પર હુમલો કર્યો. આ હુમલો ઇરાક અને સિરિયમામાં અમેરિકી કર્મચારીની સામે ઇરાની-પ્રાયોજીત મિલિશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે. આજના હુમલામાં ત્રણ અમેરિકી કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે અને તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. અમે બધા સૈનિકો માટે પ્રાર્થના કરીએ છીએ.
- Advertisement -
જરૂરી કાર્યવાહી કરવામાં કોઇ સંકોચ નહીં
અમેરિકાના રક્ષા સચિવે કહ્યું કે, હું આ સ્પષ્ટ કરવા માંગુ છું કે, રાષ્ટ્રપતિ બાઇડન અને હું અમેરિકાના સૈનિકો અને તેમના હિતોની રક્ષા માટે આવશ્યક કાર્યવાહી કરવામાં સંકોચ નહીં કરીએ, અમારા માટે આ સૌથી મોટી પ્રાથમિકતા છે. જો કે, આ ક્ષેત્રમાં સંઘર્ષને મહત્વ આપવું ના જોઇએ. અમે પોતાના લોકો અને તેમની સુવિધાઓની સુરક્ષા માટે જરૂરી પગલા ઉઠાવવા માટે પ્રતિબદ્ધ અને સંપૂર્ણ સમર્પિત છીએ.
એક શિયા મિલિશિયા કાતિબ હિજબુલ્લા
કાતિબ હિજબુલ્લા એક શિયા મલેશિયન છે, જેમની સ્થાપના વર્ષ 2007માં ઇરાનના રિવોન્યૂશનરી ગાર્ડસના સમર્થનમાં થઇ હતી. અમેરિકાએ વર્ષ 2009માં કતાઇબ હિજબુલ્લાના વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું અને ઇરાકમાં અમેરિકાનું નેતૃત્વ કરનાર ગઠબંધન સેનાની સામે હિંસા માટે તેમના મહાસચિવ અબૂ મહદી અલ મુહાંદિસ પર પ્રતિબંધ લગાવ્યો હતો.