ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાયનું જાહેરનામું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં ઘણાં જ ઔદ્યોગિક એકમો આવેલા છે. જ્યાં વેપાર-ધંધા અર્થે બહારથી પણ વ્યક્તિઓ આવે છે. આવા સંજોગોમાં જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો, ખાનગી એકમો દ્વારા સંગઠીત/અસંગઠીત શ્રમીકો/કામદારોને રોજગારી આપતી વખતે તેઓની નાગરિકતાની ખરાઈ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી. ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં રેયોન ફેકટરી, સુત્રાપાડામાં જી.એચ.સી.એલ. અને સિધ્ધિ સિમેન્ટ ફેકટરી, કોડીનારમાં અંબુજા ફેકટરી તથા સુગર ફેકટરી જેવા ઔદ્યોગીક એકમો આવેલા છે. તેમજ જિલ્લામાં નેશનલ હાઈવે પર હાઈવે ઓથોરીટી દ્વારા તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો ચાલુ રહે છે.
સરકારી કચેરી/અર્ધ સરકારી કચેરી/બોર્ડ/નિગમ/સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાને અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે. આ જાહેરનામું તા. 13/05/2025થી 60 દિવસ સુધી અમલમાં રહેશે તેમજ આ હુકમનો ભંગ કરનાર વ્યકિત/કંપની/સંસ્થા ભારતીય ન્યાય સંહીતાની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.