ઉપરકોટ કિલ્લાની હાલની સ્થતિ અને આવનાર દિવસોમાં શું ફેરફાર થશે
અડીકડી વાવના પાછળના ભાગેથી લિફ્ટ મુકાશે પાંચ ઈ – રિક્ષા છે વધુ 10 રિક્ષા આવશે જેનો ચાર્જ લેવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે 28 સપ્ટેમ્બરના રોજ ખુલ્લો મુકવામાં આવ્યા બાદ ત્રણ દિવસ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો જેમાં અંદાજે 50 હજાર જેટલા લોકોએ કિલ્લો નિહાળ્યો હતો ત્યારે બાદ તા.3 ઓકટોબરના રોજ નિયત કરેલ ટિકિટ દર મુજબ કિલ્લો પ્રવસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે કિલ્લામાં લોકો કઈ રીતે હરોફરી શકે તેમજ પાર્કિંગ વ્યવસ્થા મુદ્દે અને ટિકિટ દર મુદ્દે આગામી દિવસો શું ફેરફાર થશે તે બાબતની તમામ વિગત ટુરિઝમ વિભાગે આપી હતી.
અતિ પૌરાણિક ઉપરકોટ કિલ્લોને 74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામગીરી કરીને નવા રંગરૂપ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે કિલ્લામાં ઘટતી સુવિધા મુદ્દે ગુજરાત ટુરિઝમ વિભાગના એન્જીનીયર કુલદીપ પાઘડારે ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હજુ કિલ્લામાં ઘણા ફેરફારો આવી રહ્યા છે જેમાં ખાસ પેહલા કિલ્લામાં બાઈક અને કાર સહિતના વાહનો પ્રવેશ હતો પણ હાલ આ બંધ કરવામાં આવ્યો છે તેના બદલે હવે અશક્ત વૃદ્ધ સહીત સીનીયર સીટીઝન લોકો જે ચાલી નથી શકતા તેના માટે હાલ પાંચ ઈ – રીક્ષા છે અને હજુ 10 ઈ – રીક્ષા આવશે આમ 15 રીક્ષા રાખવામાં આવશે જે તમામ રીક્ષામાં બેસી ચાર પાંચ કલાક આરામથી ફરી શકે તેવું આયોજન ચાલી રહ્યું છે.
કિલ્લામાં વાહન પ્રવેશ નહિ તો પાર્કિંગનું શું આયોજન
ઉપરકોટ કિલ્લામાં કોઈપણ વાહન પ્રવેશ નહિ કરવામાં આવેતો કિલ્લા બહાર પાર્કિંગની વ્યવસ્થા ટૂંકી પડે તે બાબતે ટુરિઝમ વિભગના એન્જીનીયરે કહ્યું હતું કે કિલ્લાની અંદર આવેલ અડીકડી વાવના પાછળના ભાગે લિફ્ટ મુકવાનું આયોજન થઈ રહ્યું છે જેનાથી ગિરનાર તરફ તેમજ બહારથી આવતા પ્રવાસીઓ ભરડાવાવ તરફન રસ્તે પાર્કિંગની જગ્યા ઘણી છે ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને ત્યાંથી લિફ્ટ મારફત અડીકડી વાવ પાસે કિલ્લામાં પ્રવેશ કરી શકે જેના લીધે પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય.
- Advertisement -
હજુ કિલ્લામાં ઘણું નવું આયોજન થઈ રહ્યું છે
ઉપરકોટ કિલ્લો ઝાંઝરમાન બની ગયો પણ બાળકો માટે શું તેના જવાબમાં જણાવ્યું હતું કે બાળકો માટે ગેમઝોન સહીત અનેક રમત ગમતના સાધનો આવી રહ્યાં છે ત્યારે બાળકો માટે ખાસ અલગ વિભાગ બનાવામાં આવશે જેથી કરીને પરિવાર પોતાના બાળકો સાથે ત્રણ ચાર કલાક વિતાવી શકે.
ભવનાથથી સીધી એન્ટ્રી કિલ્લામાં થશે
જૂનાગઢ ભવનાથ ક્ષેત્રની મુલાકાત સાથે પ્રવાસીઓ ગિરનાર રોપ-વે નું મુસાફરી ખુબ મોટા પ્રમાણમાં કરતા હોય છે ત્યારે ગીરનાર મુલાકાત કર્યા બાદ પરત ફરતી વેળાએ ભરડાવાવ રોડ પરથી સીધા કિલ્લામાં પ્રવેશ કરી શકે તેના માટે કિલ્લા બહાર લિફ્ટ મુકવામાં આવશે જે લિફ્ટ મારફત ઉપર આવીને કિલ્લામાં પ્રવેશ કરીને ત્યાંથીજ પરત લિફ્ટમાં ઉતરી શકે તેવું આયોજન ચાલી રહ્યું છે ત્યારે કિલ્લામાં આગામી દિવસોમાં ઘણા ફેરફાર આવી રહ્યા છે.