વધુ ધારાસભ્યો હોવા છતાં ભાજપે દેવેન્દ્ર ફડણવીસના સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
મહારાષ્ટ્રમાં નવી સરકાર બની છે, પરંતુ મંત્રાલયનું વિભાજન હજુ થયું નથી. ભાજપ અને શિંદે જૂથના કેટલા ધારાસભ્યો મંત્રી બનશે, તે હજુ સ્પષ્ટ નથી. દરમિયાન, માહિતી સામે આવી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને શિંદે સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે.
- Advertisement -
MNS યુવા નેતા અમિત ઠાકરે હાવ કોંકણ પ્રવાસ પર
અમિત ઠાકરે હાવ કોંકણના પ્રવાસે છે. પ્રવાસ પહેલા તેમની કેબિનેટમાં સામેલ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અમિત ઠાકરેના મંત્રી પદને લઈને MNS તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી રસપ્રદ ઘટનાઓ બની છે. વધુ ધારાસભ્યો હોવા છતાં ભાજપે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપ્યું. પાર્ટીએ દેવેન્દ્ર ફડણવીસના સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
- Advertisement -
રાજ ઠાકરે શું કહ્યું ?
હવે જાણકારી સામે આવી છે કે, એકનાથશિંદે અને ફડણવીસ સરકારના કેબિનેટના વિસ્તારમાં અમિત ઠાકરેને મોકો મળી શકે છે. જો કે, રાજ ઠાકરે આ વાતની જાણકારી આપાતાં જણાવ્યું કે, આવું કંઈ જ નથી તમને જણાવી દઈએ કે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજકીય સંકટ દરમિયાન રાજ ઠાકરેને ફોન કરી દીધો હતો. જે બાદ MNSએ બીજેપીને સમર્થન આપ્યું હતું. આ માટે આ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે બીજેપી પોતાના કોટમાંથ MNSને એક મંત્રી પદ આપશે દેખીતી રીતે, MNSના એકમાત્ર ધારાસભ્ય રાજુ પાટીલનું નામ મોખરે હતું. જો કે હવે ભાજપે રાજ ઠાકરેની પાર્ટીને નવી ઓફર આપી હોવાની ચર્ચા છે. ઓફર મુજબ અમિત ઠાકરેને શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રી પદ મળી શકે છે. જો કે રાજ ઠાકરેએ આ સમાચારને ફગાવી દીધા હતા.
श्री. देवेंद्र फडणवीस यांचे अभिनंदन! pic.twitter.com/2TokAB3E1F
— Raj Thackeray (@RajThackeray) July 1, 2022
અમિત ઠાકરે મંત્રી પદ સ્વીકારે, તો વિધાન પરિષદના સભ્ય પણ બનવું પડશે
જો અમિત ઠાકરે મંત્રી પદ સ્વીકારે છે, તો તેમણે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય પણ બનવું પડશે. અમિત ઠાકરેને મંત્રી બનાવવાનું ભાજપનું પગલું શિવસેનાને નુકસાન પહોંચાડવાનું હોઈ શકે છે, કારણ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને શિવસેનાની બાગડોર સંભાળવામાં તૈયાર કરવામાં આવ્યો છે. અને અમિતને કેબિનેટમાં લાવવાની પગલાથી આદિત્ય માટે સીધા પડકાર તરીકે જોવામાં આવે છે. અમિત અને આદિત્ય બંનેને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ યુવાનોને તેમની છાવણીમાં લાવી શકે.
MNSના પ્રમુખે એકનાથ શિંદેને શુભકામનાઓ આપી હતી
એકનાથ શિંદે જ્યારે મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ રાજ ઠાકરેએ તેમને શુભકામનાઓ આપી હતી. રાજ ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું ઉત્તરદાયિત્વ આપ સ્વીકારી રહ્યાં છો. તે વાતની અમને ઘણો આનંદ છે . આશા છે કે સારા કામથી સાબિત કરશો. સાવચેત રહો, સમજી વિચારીને પગલાં લો અને પુનઃ તમને ફરીથી અભિનંદન.