મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે
મહારાષ્ટ્રના રાજકારણને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે. આ ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને Dy.CM દેવેન્દ્ર ફડણવીસ રવિવારે દિલ્હીના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
- Advertisement -
काल, रविवारी रात्री मी आणि उपमुख्यमंत्री @Dev_Fadnavis यांनी दिल्लीत केंद्रीय गृह आणि सहकार मंत्री @AmitShah यांची भेट घेतली.
कृषि, सहकार विभागाशी संबंधित विविध बाबींवर आम्ही चर्चा केली. राज्यात शेतकरी, महिला सक्षमीकरण अशा विविध क्षेत्रात गतीने कामे सुरू असून अनेक रखडलेले… pic.twitter.com/MdLoqiPoy2
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 5, 2023
- Advertisement -
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને Dy.CM દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કરી છે. આ બેઠકમાં રાજ્યના રાજકારણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભાજપ અને શિવસેના આગામી તમામ ચૂંટણીઓ ગઠબંધન કરીને લડશે. આ ચૂંટણીઓમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.
આ બેઠક પહેલા શિંદે પવારને મળ્યા હતા
મુખ્યમંત્રી એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પહેલા જ એવી અટકળો વહેતી થઈ હતી કે, રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થવાની સંભાવના છે. કારણ કે NCPના વડા શરદ પવાર પણ તેમની દિલ્હી મુલાકાત પહેલા તેમને મળ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવાર શિંદેના ઘરે ગયા અને તેમને પહેલીવાર મળ્યા.
#WATCH | Earlier the high command was in Maharashtra but now Shinde's high command is in Delhi. He talks about Balasaheb and Shiv Sena but does 'Mujra' in Delhi. The real Shiv Sena never bowed down before anyone. It's been a year but cabinet expansion has not been done, this… pic.twitter.com/oeJnMj2mJp
— ANI (@ANI) June 5, 2023
સંજય રાઉતે શિંદેની દિલ્હી મુલાકાત પર ટોણો માર્યો
એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પર કટાક્ષ કરતા રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રનું હાઈકમાન્ડ દિલ્હીમાં છે. તમે જેને વાસ્તવિક શિવસેના કહો છો તે વાસ્તવિક શિવસેના નથી. અસલી શિવસેના દિલ્હી નથી જતી, દિલ્હી ગયા પછી નમતી નથી. મહારાષ્ટ્રના નિર્ણયો મુંબઈમાં લેવાતા હતા પરંતુ હવે દિલ્હીમાં થઈ રહ્યા છે.