જૂનાગઢમાં 6 એપ્રિલે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ શહેરમાં હજુ અનેક જગ્યા પર ભૂગર્ભ ગટર સહીત પાણી પાઇપ લાઈન સહીત નાખવાની કામગીરીના લીધે શહેરના રસ્તા બિસમાર અને ધૂળની ડમરીઓ ઉડે છે.આવા અનેક વિસ્તારોમાં દર્શ્યો જોવા મળે છે અને કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તા બનતા નથી તેવી ફરિયાદો ઉઠવા પામી છે.
- Advertisement -
વર્ષોથી પ્રભુ શ્રીરામના જન્મના વધામણાં કરવા રામનવમીના દિવસે જૂનાગઢ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં પ્રભુ શ્રીરામના વિવિધ પ્રસંગો સાથે શોભાયાત્રા ઉપકોટના કિલ્લા પાસે આવેલ રામ મંદિરથી નીકળે છે જેમાં સનાતન ધર્મના હજારો લોકો જોડાય છે. ત્યારે ઉપરકોટ રોડ ધુળયો બન્યો છે તેની સાથે રોડ અતિ બિસમાર હાલતમાં જોવા મળે છે.ઉબડખાબડ રસ્તા પર શોભાયાત્રા નીકળશે કે, પછી તારીખ 6 એપ્રિલ સુધીમાં બની જશે તેવા સવાલો સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. હાલ મનપામાં સતાધારી પક્ષ ભાજપ છે ત્યારે સનાતન ધર્મને વરેલ પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ આ રસ્તો શોભાયાત્રા પેહલા બનાવશે કે, પછી જે તે સ્થિતિમાં રહેશે તે જોવાનું રહ્યું આમ હવે 15 દિવસનો સમય બાકી રહ્યો છે.