ભાજપશાસિત ઉત્તર પ્રદેશ રાજયમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે સાતમા અને આખરી તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજના ચરણમાં રાજયના અનેક મહારથી નેતાઓનું ચૂંટણી ભાવિ મતપેટીઓ/વોટિંગ મશીનોમાં કેદ થઈ જશે. આજે 9 જિલ્લામાં 54 બેઠકો પર મતદાન છે. આમાં વારાણસીનો પણ સમાવેશ થાય છે જે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંસદીય મતવિસ્તાર છે.
ઉત્તર પ્રદેશ વિધાન સભા ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ચુક્યા છે. હવે આજે સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠક ઉપર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચુક્યું છે. આ અગાઉ શનિવારે સાંજે છ વાગે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ શક્તિ લગાવી દીધી હતી. અંતિમ તબક્કામાં PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી સહિત પૂર્વાંચલના 9 જિલ્લાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશની 403 બેઠક પૈકી 349 બેઠક પર મતદાન પૂરું થઈ ચુક્યું છે.
- Advertisement -
અન્ય જિલ્લા છે: આઝમગઢ, મઉ, ગાઝીપુર, જૌનપુર, ચંદૌલી, ભદૌલી, મિર્ઝાપુર અને સોનભદ્ર. કુલ 613 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. આજના ચરણમાં ઉતરેલા મહારથી નેતાઓ-ઉમેદવારોમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકારના ત્રણ પ્રધાન, મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસનો સમાવેશ થાય છે.
613 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, યોગી સરકારના છ મંત્રીઓની પણ પરીક્ષા થશે. સાતમા તબક્કાની ચૂંટણીમાં કુલ 2.06 કરોડ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ પૈકી 1.09 કરોડ પુરૂષ અને 97.08 લાખ મહિલા તેમ જ 127 ટ્રાન્સજેન્ડર મતદાતાનો સમાવેશ થાય છે. વારાણસીમાં મંત્રી નીલકંઠની સુરક્ષાકર્મીઓ સાથે ઝપાઝપી; અનુપ્રિયાએ કહ્યું- 10 માર્ચ બાદ સ્વામી પ્રસાદ અને જયંત પસ્તાશે.


