અમદાવાદથી મોરબી આવતા યુવકને SOG ટીમે દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી એક યુવકને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદથી મોરબી આવી રહ્યો હતો ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી તેને દબોચી લેવામાં આવ્યો હતો.
- Advertisement -
ઝડપાયેલા આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા, ઉ.વ. 29, રહે. ઉત્તર પ્રદેશ (હાલ છત્તીસગઢ). પોલીસે તેની પાસેથી 2.885 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, જેની કિંમત રૂ. 28,850 છે, તે ઉપરાંત એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 5000) અને આધાર કાર્ડ સહિત કુલ રૂ. 33,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.