પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર (cold wave) નોંધાઈ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે.
સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીના કારણે ધ્રૂજી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ છે. આગામી 2-3 દિવસ સુધી લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. સોમવારની રાત્રે પણ ઘણી જગ્યાએ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. અંબાલા, હિસાર, બહરાઈચ અને ગયામાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર થઈ ગઈ હતી.
- Advertisement -
અટલ ટનલના દક્ષિણ ભાગમાં થઈ ભારે હિમવર્ષા
બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં અટલ ટનલના દક્ષિણ ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં સોમવારે સતત પાંચમા દિવસે શીતલહેર નોંધાઈ અને લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે.
Dense fog engulfs Delhi: trains, flights delayed due to low visibility
Read @ANI Story | https://t.co/KcgmNEDX3P#Fog #Weather #TrainDelay #FlightDelay #Delhi #NorthIndia #IMD pic.twitter.com/yMXPVq2zS1
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 10, 2023
દિલ્હીમાં તૂટ્યા તમામ રેકોર્ડ
દિલ્હીમાં આ છેલ્લા એક દાયકામાં જાન્યુઆરીની સૌથી લાંબી કોલ્ડ વેવ છે. આ પહેલા રાજધાનીમાં છેલ્લે જાન્યુઆરી 2013માં આવી ઠંડી પડી હતી. સમગ્ર દિલ્હી હાલ શીત લહેર (cold wave) અને ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, 11થી 13 જાન્યુઆરીની વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ઉત્તર ભારતને પ્રભાવિત કરે તેવી શક્યાતાઓ છે, જેના કારણે તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ શકે છે.
રાજધાનીમાં કોલ્ડ વેવ-ધુમ્મસનું એલર્ટ
આજે રાજધાની દિલ્હીમાં કોલ્ડવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગાઢ ધુમ્મસ માટે પણ યલો એલર્ટ છે. રાજાધાનીમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. સાથે જ પાલમ અને સફદરજંગમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર માપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી ઝીરો વિઝિબિલિટીની ચેતવણી આપી છે.
Delhi continues to reel under worsening air pollution as AQI plunges into 'Severe' category with an overall AQI of 418
Delhi government yesterday imposed a temporary ban on plying of BS-III petrol and BS-IV diesel four-wheelers in the national capital till January 12 pic.twitter.com/2KWInwZVIh
— ANI (@ANI) January 10, 2023
ધુમ્મસને કારણે ફ્લાઈટ્સ મોડી
ધુમ્મસના કારણે મુસાફરોની અવરજવર પર પણ અસર પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ધુમ્મસ અને ઠંડીને કારણે આજે (10 જાન્યુઆરી) કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી છે. જેમાં દિલ્હી-કાઠમંડુ, દિલ્હી-જયપુર, દિલ્હી-શિમલા, દિલ્હી-દેહરાદૂન, દિલ્હી-ચંદીગઢ-કુલુ જતી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
ધુમ્મસ-કમોસમી વરસાદને લઈને IMDનું એલર્ટ
IMDએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, પંજાબથી લઈને બિહાર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે ગાઢ ધુમ્મસ રહેશે. આગાહી મુજબ, પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ વિભાગ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળી. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ દિલ્હી, હરિયાણા, યુપી અને પંજાબમાં 11 અને 12 જાન્યુઆરીએ હળવો ઝરમર વરસાદ જોવા મળી શકે છે.