ઝુંપડપટ્ટી વચ્ચે ધર્મસ્થાન બનાવી દેવાયું અને ગેરકાનૂની રીતે જમીનો કબ્જે કરાઇ
પવઇના હિરાનંદની વિસ્તારમાં ગેરકાનૂની બાંધકામો સામેની કાર્યવાહીમાં હજારો મુસ્લિમો સડક પર આવ્યા: ઓપરેશન રોકવા પ્રયાસ
- Advertisement -
દેશમાં વકફ બોર્ડના વિવાદ અને મસ્જિદોમાં થયેલા ગેરકાનુની બાંધકામોને દૂર કરવા અનેક રાજ્યોમાં શરુ કરાયેલી ઝુંબેશ વચ્ચે મહારાષ્ટ્રમાં ધારાવીમાં એક્ મસ્જિદના ગેરકાનુની બાંધકામને દુર કરવા ગયેલી મુંબઇ મહાપાલિકાની ટીમને રોકવા માટે લઘુમતિ સમુદાયના હજારો લોકો એકત્રિત થઇ ગયા હતા અને પોલીસ પણ ખડકી દેવાતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને છેક મુખ્યમંત્રી એકનાથ શીંદે સમક્ષ આ ડીમોલેશન રોકવા માટે રજુઆત થઇ છે.
જાણો શું બની ઘટના?
અગાઉ જ આ મસ્જિદને તેના ગેરકાનુની બાંધકામ દુર નોટીસ અપાઇ હતી. આ મસ્જિદ પવઇના હિરાનંદાની વિસ્તારમાં આવેલી છે અને ઝુંપડ્ડ પટ્ટી વચ્ચે આવેલી મસ્જિદમાં મોટા ભાગે ગેરકાનુની બાંધકામ થયું છે. મહાનગરપાલિકાએ ગેરકાનૂની વસી ગયેલ ઝુંપડપટ્ટીને પણ દૂર કરવાની કાર્યવાહી શરુ કરી છે અને તેમાં મસ્જીદના ગેરકાનૂની બાંધકામ પણ દુર કરાશે.
- Advertisement -
અહીંના પશ્ચિમના ક્ષેત્રમાં 42માંથી 37 ધર્મસ્થાનોના વધારાના બાંધકામો કોઇ દખલ વગર દુર કરાયા હતા. મુંબઇ હાઇકોર્ટે ગેરકાનૂની બાંધકામો દુર કરવા આદેશ આપ્યો છે પરંતુ આજે મસ્જિદના બાંધકામના મુદ્દે જબરો વિરોધ થઇ રહ્યો છે અને નારાબાજી થઇ છે.
જેસીબી તોડવાની કોશિષ થઇ હતી અને પોલીસ વાનોને પણ નુકસાન પહોંચાડેલ હતું. 25 વર્ષ જુની આ મસ્જિદને મુસ્લિમ સમુદાય અત્યંત જુની માને છે અને મહેબુબ એ સુબાનીયા મસ્જિદ જો કે તેના નિર્ધારિત કરતા વધુ વિસ્તારમાં ફેલાવી દેવાઇ છે.