આ એપમાં ખેડૂતો માટે ખેતી વિષયક માહિતી ખેડૂતોને મળી રહે, તે માટે વિડીયો પોર્ટલ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પ્રસિધ્ધ થતા વિવિધ ન્યુઝ પેપરોની લીંક પણ આ એપમાં ઉપલબ્ધ રહેશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ડીઝીટલ ઇન્ડિયાના ભાગરૂપે રાજ્કોટ જિલ્લાના છેવાડાના માનવી સુધી સીધી સંવાદ સાધવા અને તેમને જોઈતી માહિતી અને વિવિધ પ્રશ્નોના જવાબ ઘેર બેઠા જ મળી જાય, સમય અને નાણાની બચાવ થાય તેવા હેતુથી પ્રજાના પ્રશ્નો મોબાઇલ એપ સ્વખર્ચે બનાવવામાં આવેલ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરાયેલી આ એપમાં ખેડૂતો માટે ખેતી વિષયક માહિતી ખેડૂતો ને મળી રહે, તે માટે વિડીયો પોર્ટલ બનાવવાનું પણ આયોજન હાથ ધરવામાં આવશે જેથી કરીને જગતાત ખેતી વિષયક માહિતીનો ભરપુર લાભ લઇ શકે.