101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા: દીકરીઓને પગથી માથા સુધીનો કરિયાવર કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટના પ્રતિષ્ઠિત જેએમજે ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ વ્હાલીના વધામણા ક્ધયાદાનનું તારીખ 7 એપ્રિલ રવિવારના રોજ જાજરમાન રિતે યોજવામાં આવ્યા હાતા. જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા 101 દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવ કરાવવામાં આવ્યા હતા. વ્હાલીના વધામણા ક્ધયાદાન સમૂહ લગ્નોત્સવમાં 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં મંડ્યા હતા.દીકરીઓને પગથી માથા સુધીનો કરિયાવર કરવામાં આવ્યો હતો. રાજકોટના હાર્દસમા રેસકોસ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યા હતા.સંતો મહંતોએ, રાજકીય અને સામાજિક શ્રેષ્ઠિઓએ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
સમૂહ લગ્નની સુચારૂ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય નેતાઓ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. શાસ્ત્રોક્ત અને વિધિવત રીતે સમૂહ લગ્નોત્સવ સંપન્ન કરવામાં આવ્યા હતા.સમૂહ લગ્નોત્સવની લાભાર્થી 101 દીકરીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો.
સંતો મહંતોએ, રાજકીય અને સામાજિક શ્રેષ્ઠીઓએ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા
- Advertisement -
સમૂહ લગ્નોત્સવમાંથી સમાજે પ્રેરણા લઈ સેવા કાર્યને આગળ ધપાવવું જોઈએ :મયુરધ્વજસિંહ જાડેજા
સમૂહ લગ્નથી દીકરીઓના માતા-પિતાની ચિંતા ઘટે: મયુરધ્વજસિંહ જાડેજા
જેએમજે ગ્રુપના મયુરધ્વજ સિંહ જાડેજા એ જણાવ્યું કે,સર્વ જ્ઞાતિ ની 101 દીકરીઓના સમૂહ લગ્નોત્સવની ધામેધૂમે ઉજવણી કરવામાં આવી છે.સંતો મહંતો દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા છે. સમૂહ લગ્ન પ્રથમ થી લગ્નમાં વધારો થઈ રહ્યો છે સમૂહ લગ્નમાં લગ્ન કરવાથી દીકરીઓના માતા-પિતાને લગ્નની ચિંતા રહેતી નથી છે. સમૂહ લગ્ન કરવામાં સહેસરમ રાખવી નહીં મેં પોતે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા છે. સમૂહ લગ્નના નવદંપતીઓને મારા હૃદયથી આશીર્વાદ પાઠવું છું.
સમૂહ લગ્ન કરાવા બદલ મયુરધ્વજસિંહને અભિનંદન પાઠવું છું: વિજયભાઈ રૂપાણી
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સમૂહ લગ્નમાં 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. લગ્ન બાદ દીકરીને ઘણી વખત કરિયાવર ઓછો હોય એવા પણ મેળા મળતા રહે છે ત્યારે આવા સમયે સમાજમાં સૌથી વધુ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ કરાવી તેમને પગથી માથા સુધીનો કર્યાવર કરી સાસરે મોકલવામાં આવી રહ્યા છે.મયુ ધ્વજસિંહ જાડેજાને સમૂહ લગ્ન કરાવવા બદલ હું અભિનંદન પાઠવું છું.
સમૂહ લગ્ન કરાવા સાચા અર્થમાં પૂણ્યનું કામ: મુકેશભાઈ દોશી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ જણાવ્યું કે, જેમ જે ગ્રુપના સંચાલક ક્ષત્રિય સમાજનું ગૌરવ યુવા અગ્રણી મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા 101 દિકરીઓના સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા છે. જાડેજા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમૂહ લગ્ન કરાવા એ સાચા અર્થમાં પુણ્યનું કામ છે.મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આ ભગીરથ કાર્ય અવિરત કરવામાં આવી રહ્યું છે.