અત્યાર સુધી રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ, કચ્છમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ થયો છે, ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ સાથે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે.
- Advertisement -
અત્યાર સુધીમાં રાજ્યમાં 56.13% વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ થયો છે, ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 56.13 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં 25 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 54 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ થયો છે. સાથે રાજ્યના 82 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ અને 73 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ થયો છે.
- Advertisement -
કચ્છમાં મેઘ મહેર: સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ
કચ્છમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં સિઝનનો 101.79 ટકા વરસાદ થઇ ચુક્યો છે. જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 169.90 ટકા વરસાદ થયો છે, જ્યારે અબડાસામાં 125.45 ટકા, અંજારમાં 80.19 ટકા અને ભુજમાં 140.67 ટકા વરસાદ થયો છે. સાથે જ માંડવીમાં 138.65 ટકા, મુંદ્રામાં 138.49 ટકા અને નખત્રાણામાં 125.26 ટકા વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ
જેમાં સૌથી વધુ ધરમપુરમાં 5.25 ઈંચ, જ્યારે કપરાડામાં 4.5 ઈંચ, ચિખલીમાં 4 ઈંચ, ખેરગામમાં 3.5 ઈંચ, તાલાલમાં 2.5 ઈંચ, સતલાસણામાં 2.5 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, થાનગઢમાં 2.5 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, વલસાડમાં 2.5 ઈંચ વરસાદ, પારડીમાં 2.5 ઈંચ, વઘઈમાં 2.5 ઈંચ, મોડાસામાં 2.25 ઈંચ, વેરાવળમાં 2 ઈંચ, લખપતમાં 2 ઈંચ, માતરમાં 2 ઈંચ, સાયલામાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ, ભુજમાં 2 ઈંચ, વ્યારામાં 2 ઈંચ, વરસાદ નોંધાયો.
ગુજરાતમાં હજુ એક દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાના રોડ-રસ્તાઓ તૂટ્યા
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. વાત કરીએ સૌરાષ્ટ્રની તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તો બીજી તરફ અવીરત વરસાદના કારણે દ્વારકા જિલ્લાના માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે કોઝ-વે ધોવાઈ ગયાં છે. જેને લઈને ખાખરડા પંથકના રોડ રસ્તાઓ બન્યા ખેડૂતો માટે આફત સમાન બન્યા છે. રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાતા લોકોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.