આજે રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, જૂનાગઢ અને ભાવનગર સહિત 18 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.26
- Advertisement -
રાજ્યમાં તમામ ઝોનમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, રાજ્યમાં 18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 4 તાલુકાઓમાં જ વરસાદની હાજરી નોંધાઈ છે.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 4 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 8 ખખ, અમરેલીના રાજુલામાં 4 ખખ, સુરતના બારડોલી અને તાપીના વાલોડમાં એક-એક ખખ વરસાદ વરસ્યો છે.
મંગળવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને રાતના સમયે વરસાદ પડ્યો હતો. જોડિયા શહેરોમાં ચાર ઇંચ વરસાદ પડ્યો અને તેના પગલે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. આદીપુરમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. રસ્તા વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ શરૂ થતા જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો અમુક વિસ્તારોમાં નગરપાલિકાના ગટર પાણીની લાઈનના કામો ઉપર નાંખવામાં આવેલી માટી બેસી જતા બસ સહિતના વાહનો પણ ફસાયા હતા. સિઝનના પહેલા વરસાદે શહેરના અમુક વિસ્તારોમાં મુશ્કેલી ઉભી કરી હતી.
- Advertisement -
ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને સંકૂલમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી. મંગળવારની રાત્રે 97 ખખ એટલે કે લગભગ ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અસહ્ય ગરમી અને ઉકાળટ વચ્ચે ગાંધીધામ સંકુલમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળ્યું હતું.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાંજે આશરે સાત વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારથી સમગ્ર પંથકમાં વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 371 ખખ, ભાણવડમાં 103 ખખ, કલ્યાણપુરમાં 58 ખખ અને દ્વારકામાં 44 ખખ વરસ્યો હતો. દ્વારકામાં મધરાત્રીના અમીછાંટણા વરસ્યા હતા…
પેટલાદ શહેરમાં સરદાર પાર્ક નજીક બે ગાયોને કરંટ લાગ્યો હતો. કોલેજ ચોકડીથી સાંઈનાથ ચોકડી જવાના માર્ગ ઉપર સરદાર પાર્ક સોસાયટી નજીક બનાવ બન્યો હતો. આ ઘટનામાં એક ગાયનું મોત થયું છે. જ્યારે એક ગાયને યુવકે દોરડું નાખી બચાવી લીધી હતી.
અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં ચાર કલાકમાં લગભગ એક ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી.ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી હતો. અંજાર તાલુકાના સતાપર, સાપેડા, નાગલપર, સીનોગ્રા, ખેડોઈ, ખંભરા એવા અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અને સારાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દિવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા શહેરમાં સવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો. જેના પગલે જિલ્લાની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
ગઈકાલે વાવ તાલુકાના ડેડાવા ગામના ખેડૂતના પશુઓ માટે રાખેલ એક હજારથી વધારે જુવારના પૂળા પર વીજળી પડતા પૂળા બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં ખેડૂતને અંદાજ 40 હજાર ઉપરાંતનું નુકશાન થયું હતું. ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપુર. શેત્રુંજી નદીના પુર જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત શેત્રુંજી નદીમાં પુર આવ્યું. ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર આવક. જનજીવન ખુશખુશાલ ગઈકાલે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વેહતુ થયું હતું. અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા. ભારે વરસાદથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારો બાલટીઓથી પાણી બાહર ફેંકતા નજરે પડ્યા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. જેના લીધે તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે.
ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ
ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જઊઘઈ), ગાંધીનગર ખાતે યોજાયેલ વેધરવોચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું. બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો વાંસલ (સુરેન્દ્રનગર) અને ધોળીધજા ડેમ (સુરેન્દ્રનગર) હાઇએલર્ટ પર અને 01 જળાશય મચ્છુ-3 (મોરબી) વોર્નિંગ પર હોવાનું જણાવ્યું હતુ.
અહીંયા ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, કચ્છ, દીવ…..



