ઙખ મોદીએ કહ્યું- પટેલ ઇચ્છતા હતા કે આખું કાશ્મીર એક હોય: નેહરુએ તેને વિભાજીત કર્યું, કોંગ્રેસે તે કર્યું જે અંગ્રેજો ન કરી શક્યા, વંદે માતરમનો એક ભાગ કાપી નાખ્યો
ખાસ-ખબર ન્યૂઝ કેવડિયા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 ઓક્ટોબર, 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત પહોંચ્યા છે. નર્મદા જિલ્લામાં એકતા નગરની નજીક સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસને અંગ્રેજો પાસેથી ગુલામીની માનસિકતા વારસામાં મળી છે. સરદાર પટેલ કાશ્ર્મીરને ભારત સાથે જોડવા માગતા હતાં. પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમ થવા દીધુ નહીં. કોંગ્રેસના લીધે કાશ્ર્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું.
ઙખ મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસે કાશ્ર્મીરમાં જે ભૂલ કરી, તેની આગ દાયકા સુધી ભભૂકી રહી છે. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્ર્મીરનો એક હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો, પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને હવા આપી, કાશ્ર્મીર અને દેશને તેની મોટી કિંમત ચૂકવવી પડી પરંતુ કોંગ્રેસ હંમેશા આતંકવાદની આગળ નતમસ્તક રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોના કારણે જોખમનો સામનો કરી રહી છે. દાયકાઓથી વિદેશી ઘુસણખોરો આપણા દેશમાં ઘૂસી રહ્યા છે અને સંસાધનોનો વ્યય કરી રહ્યા છે. જેના લીધે જનવસ્તીનું સંતુલન ખોરવાયુ છે. દુર્ભાગ્યવશ પાછલી સરકારોએ આ ગંભીર સમસ્યાને અવગણતાં આંખ આડા કાન કર્યા છે. તેઓ વોટ બેન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકે છે. પ્રથમ વખત દેશે આ પડકારનો સીધો સામનો કર્યો અને અખંડિતતાની રક્ષા માટે દ્રઢ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે.
એકતા નગરમાં 1થી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવશે. જેમાં ભારતના સમુદ્ધ વારસો અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવશે. ડેમ વ્યૂ પોઈન્ટ -1 પર દરરોજે સાંજે બે રાજ્ય પોતાની સાંસ્કૃતિક વિશેષતાની ઝાંખી દર્શાવતાં કાર્યક્રમ રજૂ કરશે.



 
                                 
                              
        

 
         
        