ગિફટ સિટીમાં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત
અગાઉ 10 વર્ષ ટેક્સ હોલિ ડે (કરમુક્તિ)નો લાભ મળતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા માટે ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામણે રજૂ કરેલાં બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં 20 વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, ૠઈંઋઝ સિટીમાં સ્થપાયેલા એકમો હવે 20 વર્ષના ટેક્સ હોલિડે (કર મુક્તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના 10 વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ, આ ટેક્સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર 15% ના રાહત દરે ટેક્સ લાગશે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટે, સેક્શન 147 હેઠળ કપાતનો સમયગાળો વધારીને 25 વર્ષમાંથી 20 સતત વર્ષો માટે અને ઘઇઞ (ઓફશોર બેંકિગ યુનિટ્સ) માટે 20 સતત વર્ષો કરવાની દરખાસ્ત છે. કપાતનો સમયગાળો પૂરો થયા પછી ઈંઋજઈ ના આ એકમોની વ્યવસાયિક આવક પર 15% ના દરે ટેક્સ લેવામાં આવશે. તેની સરખામણીમાં, ભારતમાં અન્ય સ્થળોએ કાર્યરત વિદેશી કંપનીઓએ તેમની આવક પર અંદાજે 35% ટેક્સ ચૂકવવો પડે છે. તેની સામે ૠઈંઋઝ સિટીમાં માત્ર 15% ટેક્સ એક મોટું આકર્ષણ બનશે. સરકારે ટ્રેઝરી સેન્ટર્સ માટે ડીમ્ડ ડિવિડન્ડ ની જોગવાઈઓને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
ગાંધીનગરમાં આવેલું ૠઈંઋઝ સિટી ભારતનું પ્રથમ ‘ઓફશોર-સ્ટાઈલ’ ફાઇનાન્શિયલ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને આવકારતા ૠઈંઋઝ સિટીના મેનેજિગ ડિરેક્ટર અને ગ્રુપ ઈઊઘ સંજય કૌલે જણાવ્યું હતું કે, આ બજેટ દેશના પ્રથમ ઈંઋજઈ માંથી વ્યવસાય કરતા એકમો માટે લાંબા ગાળાની ટેક્સ નિરૂતિતા પ્રદાન કરે છે, જે ભારતની ઓફશોર નાણાકીય સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આ પગલાં ૠઈંઋઝ સિટીને વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે 2026ની શરૂઆતમાં ગિફટ સિટીમાં ઈન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. જે દેશમાં સ્થપાયેલું પ્રથમ ઇન્ડિયન અઈં રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હતું. ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પીપીપી મોડલ પર ઈંઅઈંછઘ 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થયું હતું.



