વિશ્વમાં ક્રૂડ તેલના ભાવોને કાબૂમાં રાખવા માટે ઉત્પાદનમાં કાપ નહીં મુકવા ઓપેક રાષ્ટ્રો પર અમેરિકી દબાણની કોઇ અસર થઇ નથી. દૈનિક 20 લાખ બેરલનો કાપ મુકવાના નિર્ણય પર ઓપેક દેશોએ મહોર મારી દીધી છે.
અમેરિકા સામે સંયુક્ત આરબ અમીરાતે માથુ ઉંચક્યું છે ત્યારે અમેરિકાએ એવો આરોપ મુક્યો છે કે ઉત્પાદનમાં કાપ માટે રિયાધે જ કેટલાક દેશોને ફરજ પાડી છે. અમેરિકાનું એવું માનવું છે કે ઓપેક રાષ્ટ્રો ક્રૂડનું ઉત્પાદન ઘટાડે એટલે તેનો સીધો લાભ રશિયાને થશે અને રાજકીય કારણથી જ આ નિર્ણય લેવાયો છે. જો કે, સાઉદી અરેબીયામાં યુક્રેન પરના યુધ્ધમાં રશિયાને સમર્થન કરતુ હોવાની વાત નકારી છે.
- Advertisement -
સાઉદી અરેબીયાના કીંગ અબ્દુલ અજીજે એવો બચાવ કર્યો હતો કે ક્રૂડ તેલ માર્કેટને સ્થિર રાખવાના પ્રયાસરુપે ઉત્પાદનમાં કાપ મુકાયો છે અને સર્વાનુમતે નિર્ણય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા સહિતના 13દેશો વિશ્વનું 44 ટકા ક્રૂડનું ઉત્પાદન કરે છે.