ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ બીજી રામનવમી
4 મિનિટ સુધી થશે સૂર્યતિલક રામજન્મોત્સવ પર
- Advertisement -
30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના
અયોધ્યામાં ચૈત્ર રામનવમી પર રામ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રયાસ છે કે રામલલાના સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય. જયાં, આ વખતે પણ રામ જન્મભૂમિમાં વિરાજમાન રામલલાના લલાટ પર સૂર્ય તિલકની અનોખી પરંપરા નિભાવવામાં આવશે, ત્યાં ઘર-ઘર દીપ પ્રગટશે અને દિવાળી ઉજવવામાં આવશે.
નગરવાસીઓ પોતાના ઘરની સામે સ્વાગતમાં રંગોળી બનાવશે. ચૈત્ર રામનવમી પર 9 અપ્રિલે અહીં 30 લાખ શ્રદ્ધાળુઓ આવવાનુ અનુમાન છે, જેને જોઈને ક્રાઉડ મેનેજમેન્ટ પર પણ સતત કામ થઈ રહ્યું છે. 4 મિનિટ સુધી સૂર્ય તિલક પ્રભુના પ્રાગટય ઉત્સવ સમયે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી 4 મીનીટ સુધી ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાના લલાટ પર હાઈટેક વ્યવસ્થાથી સૂર્યતિલક કરવામાં આવશે.
- Advertisement -
ટેકનીકલ ટીમે આ વર્ષથી તેની કાયમી વ્યવસ્થા કરી છે, જે 20 વર્ષ સુધી દર વર્ષે રામનવમીમાં સંચાલીત થશે. લાઈવ પ્રસારણ થશે. શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું કહેવું છે કે, રામનવમીએ પ્રભુ રામ જન્મોત્સવ અને સૂર્યતિલકના દર્શન કરવા અહીં પહોંચેલા બધા શ્રદ્ધાળુઓની ઈચ્છા રહેશે પરંતુ મંદિરની સીમીત ક્ષમતા મુજબ પાત્ર કેટલાક લોકો જ સાક્ષાત ગર્ભગૃહમાં તેને જોઈ શકશે. બાકી શ્રદ્ધાળુઓ ટ્રસ્ટે ખાસ યોજના બનાવી છે. અયોધ્યાના વિભિન્ન સ્થાનો પર મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેના પર લાઈવ પ્રસારણ થશે. સાથે સાથે દુરદર્શન પર પણ આ ભવ્ય આયોજનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
રામમંદિરને આકર્ષક લાઈટીંગ અને ફુલોની સજાવટથી સજાવવામાં આવી રહ્યું છે. મુખ્ય આયોજન રામ જન્મભૂમિ મંદિર અને કનક ભવનમાં થશે. આ સાથે જ અયોધ્યાના લગભગ 5 હજાર મંદિરોમાં પણ રામનવમીનો ઉત્સવ ઉજવવામાં આવશે. અયોધ્યાના નાગરિક આ પાવન પર્વને ખાસ બનાવવા માટે પોતાના ઘરોની સામે રંગોળી બનાવશે અને દીપ પ્રગટાવીને પ્રભુ શ્રીરામના જન્મોત્સવને ધામધૂમથી ઉજવશે. રામમંદિરમાં સ્થાપિત ગોસ્વામી તુલસીદાસની પ્રતિમાનું અનાવરણ પણ આ દિવસે કરવામાં આવશે.
ભવ્ય મંદિરમાં આ બીજી રામનવમી
રામનવમી મેળાની શરૂઆત થતા જ અયોધ્યામાં વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે. મંદિરમાં પ્રવચન, રામકથા, ગાયન અને ભજન સંધ્યાના આયોજનો થઈ રહ્યા છે. અયોધ્યાના મુખ્ય સંત રાજકુમારદાસ કહે છે. આ વર્ષે રામનવમીનું પર્વ અયોધ્યા માટે ખાસ છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ બીજી રામનવમી હશે અને આ વખતે તૈયારીઓ પહેલાથી વધુ ભવ્ય છે. કરોડો શ્રદ્ધાળુ આ પાવન પર્વના સાક્ષી બનવા માટે અયોધ્યા તરફ વધી રહ્યા છે. અયોધ્યાના સંત ડો. રામવિલાસ વેદાંતી બતાવે છે કે રામ જન્મભૂમિ મંદિરમાં રામાનંદી પરંપરા અનુસાર પુજા થાય છે.
ક્રાઉડ મેનેજમેન્ટ પર જોર
અયોધ્યાનો પ્રસિધ્ધ ચૈત્ર રામનવમી મેળો 30 માર્ચથી જ શરૂ થઈ ગયો છે, જે 6 એપ્રિલ રામ જન્મોત્સવ સુધી નિરંતર ચાલશે. અનિલ મિશ્ર કહે છે કે રામનવમીના અવસર પર 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. પ્રશાસને મહાકુંભની તર્જ પર જ ભીડ નિયંત્રણની યોજનાઓ બનાવી છે.
મંદિરના દર્શન માર્ગ પર શ્રધ્ધાળુઓની સુવિધા માટે કેનોપી બનાવવામાં આવી રહી છે જેથી તેમને બળબળતી ગરમીમાંથી રાહત મળી શકે. દર્શન માર્ગ પર મેટ બિછાવવામાં આવી રહી છે. જેથી ઉઘાડા પગ ચાલી રહેલા શ્રધ્ધાળુઓને પરેશાની ન થાય. મુખ્ય સ્થળો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.