ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજનાનો અનોખો વિરોધ કરી ભગવાન પાસે અનોખી રીતે રજૂઆત કરવામાં આવી જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી છે જેના લીધે ટેટ ટાટ પાસ ઉમેદવારો એ આ યોજનાનો વિરોધ કર્યો છે આ બાબતે રાજ્ય સરકારને અનેકવાર રજૂઆતો પછી પણ સરકાર ધ્યાન આપતી ન હોય જેનાથી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલ લંબે હનુમાન મંદિર અને શ્રી ગૌરક્ષ નાથ આશ્રમ ખાતે સાધુ સંતો ને રજૂઆત કરવામાં આવી હતી અને હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી અને શિક્ષિત બેરોજગારો દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે અનોખો કાર્યક્રમ આપી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.