ઘર-પરિવારના સભ્યોના જન્મદિવસ તેમજ લગ્ન વર્ષગાંઠની સામાજિક સેવા કરી ઉજવણી કરતા રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે સમાજની 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુક્ધયા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં છે અને ખાતાદીઠ રૂપિયા 11 હજારની ડિપોઝિટ કરી છે. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે એમનાં અને તેનાં માતા-પિતા માટે ફનફેરનું આયોજન પણ કર્યું હતું.
અનોખી ઉજવણી : રવીન્દ્ર-રીવાબાએ દીકરીના જન્મદિવસ નિમિત્તે 101 દીકરીનાં ખાતાંમાં 11-11 હજાર જમા કરાવ્યા
Follow US
Find US on Social Medias