ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ પોલીસ વિભાગની સી-ટિમ દ્વારા દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સને રક્ષાબંધન પર્વે રાખડી બાંધીને તેમનું સન્માન કરાયું હતું આ પ્રસંગે, જઇંઊ ઝયફળના સભ્યોએ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને તહેવારની શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમનો હેતુ સમાજના આ વર્ગ પ્રત્યે લાગણી અને આદર વ્યક્ત કરવાનો હતો.
ખાસ કરીને એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની SHE Team દ્વારા સિનિયર સિટીઝન્સની મુલાકાત લેવામાં આવી હતી અને તેમની સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. આ પહેલથી પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને સમાજમાં હકારાત્મક સંદેશ ફેલાયો છે. આ પ્રકારના કાર્યક્રમો પોલીસની માનવીય અને સંવેદનશીલ બાજુને ઉજાગર કરે છે.