હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સાવરકુંડલાના કૃષ્ણપ્લોટ વિસ્તારની શેરી નંબર છમાં પણ નાના ભૂલકાઓએ (બાળ તારલાઓ) ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. બુધવારે સાંજે ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢીને વિધિવત રીતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. વાઘેલા વિવેક, રાજ ટાંક, અક્ષ માળવી, કશ્યપ રાઠોડ, હેમાંગ માળવી અને કૌશલ હીંગુ જેવા નાના બાળકોએ ’ગણેશ બાળમંડળ’ બનાવીને દર વર્ષે આ મહોત્સવ ઉજવી રહ્યા છે. આ પહેલ ભારતીય સંસ્કૃતિની ધર્મભાવના અને ધાર્મિકતાનું સંવર્ધન બાળપણથી જ થાય તે દર્શાવે છે, જે સાવરકુંડલા શહેરની એક વિશિષ્ટ ઓળખ બની રહી છે.
Follow US
Find US on Social Medias