– તેમણે લદાખમાં ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતની શાંતિ, અહિંસા તેમજ કરૂણાના સિદ્ધાંતો, વિશ્વમાં સારપ અને શાંતિ બનાવી રાખવા માટેની સમર્થતા રાખે છે.
લદાખમાં એક મહિનાથી વધારેનો પ્રવાસ કરનાર તિબ્બતી બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઇ લામા શુક્રવારના રોજ લેહથી દિલ્હી આવી પહોંચ્યા છે. દલાઇ લામા લગભગ ત્રણ વર્ષ પછી દિલ્હી આવ્યા છે.
- Advertisement -
લેહમાં આજ સવારે હજારો લોકોએ દલાઇ લામાને વિદાય આપી હતી. ચોગલમસરના જિવેસાલથી લેહ એરપોર્ટ સુધી 11 કિલોમીટરના લાંબા રોડની સાઇડ પર તેમના દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. દલાઇ લામા સવારે લેહ એરપોર્ટથી લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશનના પ્રમુખ થુપ્સ્તન છિવાંગ, લેહ હિલ કાઉંન્સિલના ચીફ એક્ઝીક્યૂટીવ કાઉન્સિલર તાશી ગ્યાલસન તેમજ જિલ્લા પ્રસાશનના અધિકારીઓ તેમને વિદાય આપવા હાજ રહ્યા હતા. એરપોર્ટની બહાર દલાઇ લામાના સમ્માનમાં લદાખના પારંપરિક પોષાકમાં લોકોએ નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા.
દલાઇ લામા 15 જુલાઇના લદાખ પહોંચ્યા હતા. લદાખના પ્રવાસ દરમ્યાન તેમણે તિબેટ પર કબજો કરનાર ચીનને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, તેમણે તિબેટની આઝાદી નહીં, તિબેટની ભાષા, બૌદ્ધ ધર્મના સંરક્ષણ માટે તર્કસંગત સ્વાયતતા જોઇએ. તેમણે કેટલીય વાર લદાખમાં ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતની શાંતિ, અહિંસા તેમજ કરૂણાના સિદ્ધાંતો, વિશ્વમાં સારપ અને શાંતિ બનાવી રાખવા માટેની સમર્થતા રાખે છે.
#WATCH | Tibetan spiritual leader Dalai Lama arrives in Delhi after a gap of three years. pic.twitter.com/usyo3HD5qA
- Advertisement -
— ANI (@ANI) August 26, 2022
લદાખમાં એક મહિનાથી વધારે સમયના પ્રવાસ દરમ્યાન તેઓ લિંગશેડ, જંસ્કાર, લેહની મસ્જિદ, ચર્ચમાં પ્રવચન કરવાની સાથે કેટલાય કાર્યક્રમોનો ભાગ બન્યા હતા, તેમજ વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણનો સંદેશો પણ આપ્યો હતો. તેઓ 15 ઓગસ્ટના લેહના સિંધુ ઘાટમાં તિરંગો લહેરાવાના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હતા. દલાઇ લામાના લદાખ પ્રવાસને લઇને લોકો ખૂબ ઉત્સાહિત હતા. એવામાં લદાખમાં દલાઇ લામાની સુરક્ષાની સાથે તેમણે કાર્યક્રમો દરમ્યાન ટ્રાફિક પ્રબંધનનું પણ વિશેષ બંદોબસ્ત કર્યો હતો. તેમના લદાખ પ્રવાસ દરમ્યાન તેમની સુરક્ષા કરી રહેલા વાયુ સેનાના અધિકારીઓની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.
દલાઇ લામા લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશન તેમજ લદાખ ગોંપા એસોસિએશનના નિમંત્રણ પણ તેઓ લદાખ આવ્યા હતા. નક્કી કાર્યક્રમ મુજબ 19 ઓગસ્ટના રોજ તેઓ પરત ફરવાના હતા. લદાખમાં લોકોના ઉત્સાહને જોતા તેમણે આ પ્રવાસને એક અઠવાડિયું વધારી દિધો હતો.