કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની પોતાના લોકસભા ક્ષેત્ર અમેઠીમાં પહોંચ્યા છે. ગઇકાલે તેઓ લોકોની વચ્ચે જઇને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ દરમ્યાન એક સેવાનિવૃત્ત સ્કૂલ અધ્યાપકે તેમણે ફરીયાદ કરી કે રિટાયરમેન્ટ પછી પણ તેમને પગાર ચુકવવામાં આવ્યો નથી. આના પર સ્મૃતિ ઇરાનએ સ્થળ પર જ શિક્ષણ અધિકારીને ફોન કર્યો હતો અને આદેશ આપ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
શિક્ષણ અધિકારી સાથે વાતચીતનો વીડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જે વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અમેઠીના દરેક રહેવાસી પોતાની સમસ્યા લઇને સીધા મારી પાસે આવી શકે છે. યોગી આદિત્યનાથની સરકાર પણ ઇચ્છએ છે કે, બધા અધ્યાપકોને તેઓ પગારની ચુકવણી તુરંત જ કરે, નહીંતર તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
અમેઠીના પોતાના પ્રવાસ પર ભાજપ સાંસદ સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી અને કોગ્રેસ પર પણ નિશાન સાધ્યા હતા. એક કાર્યક્રમમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, રાહુલ ગાંધી 15 વર્ષ સુધી અમેઠીના સાંસદ રહેલા પરંતુ અમેઠીના વિકાસ માટે તેમણે કંઇ વિચાર્યુ નથી. તેમણે ફ્ક્ત મુંશીગંજના પોતાના ગેસ્ટ હાઉશ બનાવ્યું છે. ઇરાને આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી તો અમેઠીમાં પણ એક નાળું પણ બનાવ્યું નથી. ભાજપ સરકરે અમેઠીમાં બધા વિકાસ કામો કર્યા છે અને ઝડપથી પૂર્ણ કર્યા છે.