‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત આયોજિત યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ
પ્રેમમંદિર પાછળ આવેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલ ખાતે શનિવારે સવારે 6થી 8 કલાક સુધી કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વભરમાં તા. 21 જૂન ’એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ આધારિત 11માં ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી થનારી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી માટે ’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાશે. આ કાર્યક્રમ રાજકોટ શહેરમાં વિમલનગર મેઈન રોડ પર પ્રેમમંદિર પાછળ આવેલા મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ સંકુલ ખાતે શનિવારે સવારે 06 કલાકથી સવારે 08 કલાક સુધી યોજાનાર છે. આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડીયા, ગીતાબા જાડેજા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.