પોરબંદર તાલુકાના બખરલા ગામે નવરાત્રી મહોત્સવ 2025 દરમિયાન પાંચમા નોરતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના સભ્યો તથા ગામના યુવાનો અને મહિલાઓએ પણ સક્રિય ભાગ લીધો હતો. પરંપરાગત પહેરવેશ વચ્ચે માતાજીના ગરબા સાથે સમગ્ર વાતાવરણમાં ભક્તિભાવ છલકાયો હતો. સ્થાનિક સમિતિ દ્વારા આગેવાનોનું સ્વાગત કરી નવરાત્રી મહોત્સવને યાદગાર બનાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.