CAA અંગે વિપક્ષો ઈરાદાપૂર્વક ભ્રમ ફેલાવે છે: મત બેન્કનું રાજકારણ રમે છે: કેજરીવાલ સહિતના પર આરોપ, આખું કાશ્મીર ભારતનું છે: તે રાજયમાં વસતા દરેક ભારતીય: ગૃહમંત્રી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે દેશમાં અમલમાં મુકાયેલા સીટીઝનશીપ (એમેન્ડમેન્ટ) એકટમાં વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે આ કાનૂનમાં અભ્યાસ કર્યા વગર જ વિપક્ષના નેતાએ વોટબેન્કની લાલચમાં કાનૂન અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે. તેઓએ પાકિસ્તાન-બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાનના બિનમુસ્લીમોને જ આ કાનૂનનો લાભ મળશે તે અંગે પણ તર્કબદ્ધ દલીલો કરતા કહ્યું કે જયારે દેશના ભાગલા પડયાનો પાકિસ્તાનમાં 23% વસતિ હિન્દુ હતી. આજે 2.3% જ છે. કયાં ગયા આ મોટી સંખ્યામાં હિન્દુઓ, શું થયું તેમનું? બાંગ્લાદેશમાં પણ 10% હિન્દુઓ બચ્યા છે. તેમના પર જો ધર્મ કે જાતિના કારણે અત્યાચાર, ભેદભાવ થતા હોય તો તેમને ભારતમાં આવવાનો અને દેશની નાગરિકતા મેળવવાનો અધિકાર છે અને આ કાનૂન 31 માર્ચ 2014 કે તે પુર્વે આપેલા આ પ્રકારના હિન્દુ સહિતના માટે જે બિન મુસ્લીમ છે તેઓ આવી જ ગયા છે.
કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ પણ હજારો-લાખો આવશે તેવું કહીને ભ્રમ ફેલાવીને મત બેન્કનું રાજકારણ રમે છે. શ્રી અમીત શાહે એક મહત્વના વિધાનોમાં કહ્યું કે પાક. કબજાનું કાશ્ર્મીર પણ ભારતનું જ છે અને એક દિવસ તે ભારતમાં જ હશે ત્યાં વસતા હિન્દુઓ જ નહી પાક કબ્જામાં રહેતા મુસ્લીમો પણ ભારતના જ નાગરિકો છે ત્યાં જૂના દરેક ધર્મના ભારતીય છે. શ્રી શાનું આ વિધાન ખૂબજ મહત્વનું છે અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે તે નિશ્ર્ચિત છે. શ્રી શાહે જણાવ્યું કે આ કાનૂન કોઈની નાગરિકતા લેવાનો નથી પણ દેવાનો છે. પાડોશી દેશમાં મોટા પાયે ધર્માન્તર થયું. આપણા હિન્દુ બહેનો પર અત્યાચાર થયા તેઓએ ભારતમાં શરણ લીધી છે તો તેમને દેશની નાગરિકતા મળવી જોઈએ તેનો વિરોધ શા માટે! એક દેશ એક ચુંટણીનો અમલની તારીખ સંસદ નિશ્ર્ચિત કરશે.