ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. આ દરમિયાન અમિત શાહ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ બદલ કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે.
- Advertisement -
બેઠકના ઉદ્ઘાટન સત્રમાં આપશે હાજરી
ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.
તાજેતરમાં જ આવ્યા હતા 2 દિવસીય પ્રવાસે
આપને જણાવી દઈએ કે, આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહે અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. તો કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધી હતી.