કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે 2 દિવસ દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે 2 દિવસ દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢના વિસાવદર તાલુકાના ચાપરડાના મહેમાન બનશે. અમિત શાહ ચાપરડા ખાતે અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ભારત સાધુ સમાજના રાષ્ટ્રિય અધ્યક્ષ મુકતાનંદ બાપુનું ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામ આવેલું છે. સાથે અહિં જય અંબે હોસ્પિટલ પણ આવેલી છે. દરમિયાન અહિં સૈનિક સ્કૂલનું શાળા ભવન બનાવાયું છે. સૈનિક સ્કૂલના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર ભવન બનાવાયા છે. જય અંબે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો માટે ડોકટર ક્વાર્ટર બિલ્ડીંગ બનાવાયું છે અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે અતિથી ભવન બનાવાયું છે. ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે. સાથે મુકતાનંદ બાપુ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે સંસ્કૃત શક્તિ ગુરૂકુલ પણ ભવિષ્યમાં નિર્માણાધિન થશે. જેનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
- Advertisement -
અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ
બપોરે 12:00 વાગ્યે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી
બપોરે 1:45 કલાકે કોડીનાર સુગર મિલના પુનઃસ્થાપનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
બપોરે 3:45 કલાકે જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના પ્રોજેક્ટ શિલાન્યાસમાં હાજર રહેશે
9 માર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે
ત્રિમંદિર અડાલજ ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે
મહાત્મા મંદિર ખાતે ડિજિટલ સેવા પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવશે
ડભોડા ખાતે શાશ્વત મિશિલા નિર્મિત ફાઉન્ડેશન ભવનનું લોકાર્પણ કરવામાં આવશે