-વડાપ્રધાનની અમીત શાહ-નડ્ડા-રાજનાથ સાથે બંધબારણે બેઠક
-કેન્દ્રીય ગૃહમંત્રીનો વળતો આક્ષેપ: વિપક્ષો જ ચર્ચાથી ભાગે છે
- Advertisement -
-કાલે ભાજપ સંસદીય દળની બેઠક: મોદી મૌન તોડે તેવા સંકેત
મણીપુર મુદે સંસદમાં ચાલી રહેલી ધમાલ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે નાટ્યાત્મક રીતે લોકસભામાં તેઓ સદનમાં ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવી વિપક્ષો જ ચર્ચા કરવા ઈચ્છતા નથી અને શા માટે તેઓ ચર્ચાથી દુર ભાગે છે તેવો પ્રશ્ર્ન પૂછતા જ ફરી લોકસભામાં ધમાલ શરૂ થઈ હતી અને ગૃહ કાલ સુધી મુલત્વી રહ્યું હતું.
આ અગાઉ આજે સવારે ફરી એક વખત મણીપુર મુદે જબરી ધમાલ સર્જાતા બન્ને ગૃહો મુલત્વી રહ્યા હતા તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેમ્બરમાં ગૃહમંત્રી અમીત શાહ સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ તથા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની એક તાકીદની બેઠક મળી હતી તથા તેમાં સંસદમાં મણીપુર મુદે વિપક્ષોનો મુકાબલો કેમ કરવો તે વ્યુહ નિશ્ચીત થયો હતો.
- Advertisement -
બાદમાં શ્રી રાજનાથસિંહે કોંગ્રેસના પ્રમુખ તથા રાજયસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લીકાર્જુન ખડગે સાથે વાતચીત કરી હતી તથા વડાપ્રધાનના નિવેદનનો આગ્રહ નહી રાખવા માટે વિપક્ષોને મનાવવા પ્રયાસ કર્યો પણ વિપક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ પહેલા નિવેદન કરે અને બાદમાં તેના પર ચર્ચા થાય તે વાતમાં અડગ રહ્યા હતા અને વાતચીત ભાંગી પડયા બાદ ગૃહમંત્રી અમીત શાહ લોકસભામાં પહોંચ્યા હતા અને સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવીને
તેઓ આ ચર્ચામાં જોડાશે તેવું જણાવતા ફરી ધમાલ થઈ હતી. વિપક્ષો વડાપ્રધાનના નિવેદનની માંગ કરે છે. જે સરકારને સ્વીકાર્ય નથી તેથી બપોરે ફરી ધમાલ સર્જાતા લોકસભા કાલ માટે મુલત્વી રહી હતી તો બીજી તરફ આવતીકાલે ભાજપ સંસદીય દળની બેઠક મળનાર છે. જેમાં શ્રી મોદી તેમની વાત પક્ષના સાંસદો સમક્ષ કરશે તેવા સંકેત છે. બીજી તરફ હવે બન્ને ગૃહોમાં અધ્યક્ષ દ્વારા ધાંધલ ધમાલ સામે કડક વલણ અપનાવાશે તેવા સંકેત છે.