ટંકારામાં મેઘરાજાએ અડધો ઈંચ હેત વરસાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મોરબી જીલ્લામાં પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારે પણ મેઘમહેર યથાવત રહી હતી જેમાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં વધુ અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જોકે શહેરમાં હજુ અગાઉ પડેલા વરસાદના પાણી પણ ઓસર્યા નથી ત્યાં વધુ અઢી ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું છે.
- Advertisement -
મોરબી સિવાય બીજા તાલુકાની વાત કરીએ તો સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ટંકારામાં 11 મીમી, માળીયામાં 04 મીમી અને વાંકાનેરમાં 03 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો જયારે હળવદ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા.