દુર્ઘટનાગ્રસ્ત વિમાન ફલોરિડા સ્થિત મેલબર્ન ઇંકના એનકોર મોટર્સ માટે રજિસ્ટર્ડ હતું
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના યુદ્ધ વિમાનોએ વોશિંગ્ટન ક્ષેત્રમાં ઉડી રહેલા એક રહસ્મય વિમાનનો પીછો કર્યો હતો. જો કે આ વિમાન વર્જિનિયામાં ક્રેશ થઇ ગયું હતું. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર તમામ ચાર લોકોનાં મોત થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાઇટર જેટ્સ માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ સમયે કોલ કરે છે જ્યારે કોઇ પણ વિમાન અસુરક્ષિત રીતે ઉડ્ડયન કરે છે.
- Advertisement -
કોન્ટિનેન્ટલ યુએસ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ રિજિયને જણાવ્યું હતું કે ફાઇટર જેટ્સે રહસ્મય વિમાનના પાયલોેટ સાથે સંપર્ક કરવાનોે પ્રયત્ન કર્યો હતોે પણ તેની તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. નાગરિક વિમાનના પાયલોટ કોઇ જવાબ ન આપતા યુદ્ધ વિમાનોએ તેનો પીછો કરવાનો શરૂ કર્યો હતો.
ફાઇટર જેટ સુપરસોનિક સ્પીડથી ઉડી રહ્યાં હતાં જેના કારણે લોકોને સોનિક બૂમ સંભળાઇ હતી. જે રહસ્મય વિમાનનો પીછો કરવામાં આવ્યો હતો તેનું નામ સેસના 560 હતું. આ વિમાન વર્જિનિયામાં જ્યોર્જ વોશિંગ્ટન નેશનલ પાર્ક પાસે ક્રેશ થઇ ગયું હતું.