ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પોશ એરીયા ગણાતા એસ્ટ્રોન ચોક પાસે આવેલા સરદારનગર શેરી-નં11માં ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા ગંદુ પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આગળની ગટરો જામ થતા આ ગટર ઉભરાઈ હોય તેવું સામે આવ્યું છે. પરંતુ નિયમિત સફાઈના અભાવે ગટરો જામ થતા ગંદુ પાણી છલકાઈ ને બહાર આવે છે. ત્યારે ભૂગર્ભ ગટર છલકાઈ જતા ગંદુ પાણી ગલીમાં ફરી વળ્યું છે અને આ ગંદુ પાણી મંદિર નજીક ગલીમાં ફરી વળતા સ્થાનિકોમા ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.