મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી: ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતમાં ભાજપ દ્વારા ચાર હજારથી વધુ ‘મોદી પરિવાર સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10થી 12 બુથ દીઠ એક સભા યોજવાનું આયોજન હોય રાજયના 50 હજારથી વધુ બુથમાં મોદી પરિવાર સભા યોજાશે. આ મોદી પરિવાર સભામાં ભાજપ આગેવાનો દ્વારા મોદી સરકારની ને ગુજરાત સરકારની સિદ્ધિઓ વર્ણવી જનતા સુધી પહોંચાડાઈ અને ’કમળ’ને ચૂંટી કાઢવા અપીલ કરાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના કસ્તુરબાધામ સીટ હેઠળના ગઢકા તાલુકા પંચાયત સીટ વિસ્તારના, રફાળા, ફાડદંગ, ગઢકા, ડેરોઇ, હડમતીયા ગોલીડા, ત્રંબા અને કાળીપાટ તાલુકા પંચાયત સીટ વિસ્તારના ત્રંબા, વડાલી, મહિકા, કાળીપાટ, લાપસરી, ખોખડદડ, લોઠડા, ભાયાસર અને લોધીકા તાલુકા પંચાયત સીટ વિસ્તારના લાખાપર, અણીયારા, કાથરોટા, રાજસમઢીયાળા, લોધીકા ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં ’મોદી પરિવાર સભા’ યોજાયેલ હતી. ભુપગઢ, સરધાર, લોધીડા તાલુકા પંચાયત સીટની સંયુક્તપણે મોદી પરીવાર સભા યોજાઈ હતી.
- Advertisement -
આ તકે રાજયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપત બોદર સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાજયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ મોદી પરિવાર સભાને સંબોધતા જણાવેલ કે ભાજપ સરકારની નીતિ, નિયત અને નેતૃત્વ પ્રમાણિક છે. આજે રાજયમાં દર વર્ષે 33 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકો તેમજ કિશોરીઓને ટેક હોમ રાશન દ્વારા પૂરક પોષણ મળે છે. સગર્ભા અને ધાત્રી માતાઓને તેમના ઘરે પોષણયુકત આહાર પહોંચાડવામાં શરૂઆત થઈ. આ તકે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભૂપત બોદરએ જણાવેલ ભાજપનું સંગઠન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ઓળખ અને રાષ્ટ્રીય શકિત સાથે સંકળાયેલું છે. અંતમાં ભુપત બોદરએ જણાવેલ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને સામાજિક ભાઈચારાની વિચારધારાને આજે કેન્દ્રમાં ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહ તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આગળ વધારી રહ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતભાઈ રૂપાલાને 5 લાખથી વધુ લીડથી જીતાડી ’કમળ’ને દિલ્હી મોકલવા ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોને આહવાન
કરેલ હતું.