જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રાજેશ જાદવને સુરત સેન્ટ્રલ જેલ ધકેલી દીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક હાથે કામગીરી કરવાના આદેશ બાદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. જેમાં અનેક ઇસમો પોલીસની ઝપટે ચડ્યા છે જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આવા ઇસમો સામે લાલ આંખ કરી છે.
- Advertisement -
જૂનાગઢ સાબલપુર ચોકડી પાસેથી થોડા મહિલા પહેલા એક ઇસમ પોતાની કાર પર ગુજરાત એમએલએ બોર્ડ મારીને નિકળેલતે સમયે તાલુકા પોલીસે કાર ચાલક રાજેશ ઉર્ફે રાજુ જેન્તી જાદવ રહે.સીમાસી મેંદરડા વાળાને સઘન પુછ પરછ કરતા તેની પાસેથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ સોલંકીના નકલી પીએ તરીકેનું ખોટુ ઓળખકાર્ડ બતાવી પોલીસ સામે રોફ જમાવ્યો હતો. ત્યાર બાદ પોલીસે તેની ઉલટ તપાસ કરતા રાજેશ ઉર્ફે રાજુ જાદવ સામે અનેક ઠગાઇના કેસો સામે આવ્યા હતા. ત્યારે રાજેશ જાદવ સામે જૂનાગઢ સહિત જિલ્લામાં અનેક લોકો સાથે રૂપિયાની ઠગાઇ અને છેતરપીંડી કરી લોકોને છેતર્યા હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ હતી. ત્યાર બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે રાજેશ જાદવ સામે પાસા વોરંટ ઇસ્યુ કરીને રાજેશને વાડલા ફાટક ગાર્ડન સીટીમાં આવેલ તેના પુત્રના ઘરેથી અટક કરીને રાજુને પાસાના કાયદા હેઠળ સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો. આ કામગીરી એલસીબી પીઆઇ જે.જે.પટેલ, પીએસઆઇ ડી.કે.ઝાલા અને ક્રાઇમ બ્રાંચ પોલીસના વિક્રમ ચાવડા, નિકુલ પટેલ, જીતેશ મારૂ, વનરાજસિંહ ચુડાસમા, ચેતનસિંહ સોલંકી સહિત પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરેલ હતી.