ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના 23 વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા જૂનાગઢ જિલ્લાના અધિકારી-કર્મચારીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.
કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.ઉપરાંત વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા કક્ષાની જુદી-જુદી સરકારી કચેરીઓ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લીધા હતા અને તે સાથે રાજ્યના વિકાસ યાત્રાનો નવો અધ્યાય શરૂ થયો હતો રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં તા.7 થી 15 ઓક્ટોબર સુધી જનભાગીદારીને જોડીને વિકાસ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહ અંતર્ગત તા.9-10-2024ના જિલ્લાની તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે ઉપરાંત તા.10-10-2024ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. જેમાં અધિકારી કર્મચારી સહિતના લોકો જોડાશે.



