ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મનપા દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડીયાનું આયોજન કરવામા આવેલ છે સ્વચ્છતા પખવાડીયા સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે મહાત્માં ગાંધીજીને તેમના જન્મની પુર્વ સંધ્યા એ શ્રઘ્ધાજલી તરીકે દેશભરમાં 1 લી ઓકટોબરના રોજ મહાત્માં ગાંધીજીને શ્રધ્ધાજલી આપવા નાગરીકોની ભાગીદારી સાથે એક વિશાળ સ્વચ્છતા ઝુંબેશનુ મનપા ધ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું શહેરના વિલીન્ગડન ડેમ તથા શહેરના વોર્ડ વાઈઝ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગિરીશ ભાઈ કોટેચા,સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા,શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા સહીત બ્રીજેશા બેન ઘુઘલ,કોર્પોરેટર ધર્મેશભાઈ પોંશિયા,ગોપાલ ભાઈ રાખોલિયા, નાગજી ભાઈ કટારા, આસી.કમિશનર જયેશભાઈ વાજા,સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયા,પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે, સેની.સુપ્રિ. હાજાભાઇ ચુડાસમા,કાર્યપાલક ઇજનેર અલ્પેશ ભાઈ ચાવડા, વ્યવસાય વેરા અધિકારી રાજુભાઈ મહેતા,પર્યાવરણ ઇજનેર રાજુભાઈ ત્રિવેદી,પોલીસ તાલીમ ભવનના વિદ્યાર્થીઓ, સુભાષ કોલેજના વિદ્યાર્થીઓ, નોબલ કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપ મહિલા મોરચાના બહેનો તથા ભાજપના બહેનો અને બહોળી સંખ્યામાં શહેરી જનો જોડાયા હતા તેમજ શ્રમદાન કાર્યક્રમ માં સફાઈ કરી કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.