ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ બેટી બચાવો બેટી પઢાવો યોજનાને સાર્થક કરવા અને સમાજમાં જાગૃતતા લાવવાના હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડનાં માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્રારા ધનતેરસનાં દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને આવકારવા તેમજ સમાજમાં દિકરી- દીકરો એક સમાનના સુત્રનો અમલ કરવાના હેતુથી જૂનાગઢના સ્લમ વિસ્તારમાં દિકરી વધામણા કીટનુ વિતરણ કરવામાં આવેલ તેમજ જોષીપરામાં દિવાળીનાં તહેવારોમાં લોકોના જીવનમાં ઉત્સવ જળવાઈ રહે માટે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સરકારની વ્હાલી દિકરી યોજના અંગેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડીસ્ટ્રીક મિશન કોર્ડીનેટર કૃપાબેન ખુંટ, જેન્ડર સ્પેશિયાલીસ્ટ મીનાક્ષીબેન ડેર તેમજ કચેરીના સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર કેસ વર્કર ખુંટ હિરલબેન હાજર રહ્યા હતા.
‘બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત’ દિકરી વધામણા કીટ વિતરણ અને રંગોળી સ્પર્ધા આયોજન
