ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાજ્ય કક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સોમનાથ ચોપાટી પર કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વયજૂથ મુજબ ભાઈઓ તેમજ બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાની ટીમોએ પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સોમનાથ ફરવા આવતા યાત્રાળુઓએ પણ રસપૂર્વક ખેલાડીઓની રમત નિહાળી હતી. આ બીચ વોલીબોલ સ્પર્ધામાં અન્ડર – 19 વયજૂથમાં બહેનોમાં ગીર સોમનાથ પ્રથમ, ગાંધીનગર ગ્રામ્ય બીજા, જૂનાગઢ ગ્રામ્યની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તેમજ ભાઈઓમાં ખેડા પ્રથમ, બીજા નંબરે સુરત શહેર અને કચ્છની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી. જ્યારે અન્ડર – 14 વયજૂથમાં બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ, ગીર સોમનાથ બીજા, ગાંધીનગર ત્રીજા નંબરે વિજેતા થઇ છે. તથા ભાઈઓમાં ગાંધીનગર ગ્રામ્ય પ્રથમ, જૂનાગઢ ગ્રામ્ય બીજા નંબરે અને ભાવનગર શહેરની ટીમ ત્રીજા નંબરે વિજેતા થઇ હતી. જ્યારે અન્ડર – 17 વયજૂથમાં બહેનોમાં અનુક્રમે જૂનાગઢ ગ્રામ્ય પ્રથમ નંબરે, ગાંધીનગર ગ્રામ્ય બીજા નંબરે અને ગીર સોમનાથની ટીમ ત્રીજા નંબરે વિજેતા બની હતી.
સોમનાથ ચોપાટી ખાતે અન્ડર-19, અન્ડર-14 અને અન્ડર-17ની બીચ વોલીબોલ સ્પર્ધા યોજાઇ
