પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે જ્યુપીટરને ઠોકર મારતા બંને બહેનો ફંગોળાઇ, એકને ગંભીર ઈજા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર બેકાબુ ટ્રકે જયુપીટર મોપેડને ઠોકરે ચડાવતા કોલેજીયન યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જયારે બહેનને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
- Advertisement -
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રહેતી હેત્વીબેન ગોરખીયા (ઉ.વ.ર3) અને તેની બહેન જીમીશા સાથે જયુપીટરમાં વ્હેલી સવારે ઘરેથી કોલેજ જવા નીકળી ત્યારે 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલ કરણ-અર્જુન પાર્ટી પ્લોટ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે જ્યુપીટરને ઠોકર મારતા બંને બહેનો ફંગોળાઇ હતી. જેમાં હેત્વીને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું જયારે ગંભીર ઇજાગ્રસ્ત તેની બહેન જીમીશાને સારવારમાં ખસેડાઇ હતી.
અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળે જ નાસી છુટયો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પ્રદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી નાસી છુટેલ ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.