ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા બાર એસોશિએશનમાં નવી હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ વરણીમાં પ્રમુખ તરીકે જુબેરભાઈ ચૌહાણને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે અસ્લમ એ. ઝાંખરા તથા અશ્વિનભાઈ વિંઝુડા તેમજ મહિલા ઉપપ્રમુખ તરીકે નીતાબેન સરવૈયા તથા સેક્રેટરી તરીકે જયંતભાઇ હેલૈયા જોઇન્ટ સેક્રટરી તરિકે પ્રકાશભાઈ મહીડા તથા લાયબ્રેરિયન તરીકે બચુભાઈ રાઠોડ અને ખજાનચી તરીકે પાયલબેન ગઢીયાની વરણી કરવામાં આવેલ છે. આ નવી યુવા ટીમ વકીલ મંડળ માટે અનેક ઉપયોગી કામો કરશે એવી આશા રાખવામાં આવે છે. આ નવી ટીમ વકીલોના હિતોનું રક્ષણ કરશે.આ નવી ટીમને અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.