3 વ્યક્તિ સામે કાર્યવાહી, 4.12 લાખનો જથ્થો સીઝ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામમાં એક્સપ્લોઝિવના અનધિકૃત વેચાણનો પર્દાફાશ થયો છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા મામલતદાર અને તેમની ટીમે ચામુંડા એન્ટરપ્રાઇઝનું નિરીક્ષણ કર્યું હતું.
- Advertisement -
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૂળ લાઇસન્સધારક દુદાભાઈ નથુભાઈ મેરની જગ્યાએ દેવદતભાઈ પ્રતાપભાઈવાળા અને મુકેશભાઈ વશરામભાઈ લીંબાની એક્સપ્લોઝિવનું ગેરકાયદે વેચાણ કરી રહ્યા હતા. વધુમાં, આ સ્થળે વાણિજ્યિક પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું ન હતું. તંત્રએ બે બિલ્ડિંગમાં આવેલા ચાર ગોડાઉન સીલ કર્યા છે. અંદાજે રૂ. 2,12,000ની કિંમતનો એક્સપ્લોઝિવનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની સુરક્ષિત જાળવણી માટે હાલના કબજેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.
તાલાળા શહેરમાં મામલતદાર તાલાલા અને ટિમ દ્વારા તાલાલા શહેરમાં મહાજન વંડી વાળી ગલીમાં આવેલ પંચવટી કોમ્પ્લેક્સની સામે આવેલ દુકાન નં.05 ની તપાસણી કરવામાં આવી હતી.
આ તપાસણીમાં લાયસન્સદાર જ્યેન્દ્રભાઇ તન્ના દ્વારા તેમને મંજુર થયેલ લાયસન્સ વાળી જગ્યાને બદલે અનઅધિકૃત રીતે ઉક્ત દુકાનમાં ફટાકડાનું વેચાણ કરતા હોવાનું જણાયું હતું તેમજ તેની વાણિજ્યક પરવાનગી/ફાયર સેફટી વગેરે પર્યાપ્ત ન હોવાના કારણોસર દુકાનમાં આવેલ એક્સપલોઝીવ સહિત(અંદાજીત રૂ.2,00,000/-ના એક્સપલોઝીવ/ફટાકડા) સિઝ કરી સીલ કરવામાં આવ્યા છે તથા તેનો કબજો સુરક્ષિત રીતે સાચવવા હાલના કબ્જેદારોને સોંપી આપવામાં આવ્યો છે.