પ્રાંત અધિકારી દ્વારા આશરે 6 હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર ખનિજ માફિયાઓમાં સૌથી મોટું નામ ધરાવતા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર પર હવે પ્રાંત અધિકારીનો ગાળિયો કસાયો છે. જેમાં થાનગઢ અને મૂળી પંથકમાં ખનિજ માફીયાઓ સામે સતત લડત આપતા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હવે ખનિજ માફિયાઓના આશ્રય સ્થાનને ટાર્ગેટ કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે જેમાં થાનગઢ પંથકના જામવાડી ખાતે કોલસાના ગેરકાયદેસર ખાણો ચાવતા વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગીતર અને તેઓના પુત્ર રાહુલભાઇ જાગાભાઈ અલગોતર દ્વારા જામવાડી ખાતે જ ફોરેસ્ટની અનામત જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા આશરે 6 હેક્ટર સરકારી જમીન પર હોટેલ, બંગલો, સર્વિસ સ્ટેશન, બગીચો, પંચારની દુકાન, બેનરો, પાર્કિંગ સહિતનું દબાણ કરવામાં આવતું હતી જેમાંથી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા ફોરેસ્ટ વિભાગને સાથે રાખી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બુલડીઝર ફેરવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગાઉ પણ પ્રાંત અધિકારી દ્વારા આ ગેરકાયદેસર દબાણ બાબતે નોટિસ ફટકારી હતી જે બાદ અચાનક કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓ ફફડાટ ફેલાયો છે.