શહેરી વિસ્તારના વિકાસના કામોને નવો વેગ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
- Advertisement -
ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા શહેરમાં વિકાસ અર્થે 13થી 15 કરોડના વિકાસના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરના રોડ રસ્તા, સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. શહેરના 9 વોર્ડના કુલ 35 ભાજપના સભ્યો અને 1 કોંગ્રસના સભ્ય હોય જેથી બહુમતી સાથે પાલિકાના શાસનમાં પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના કાર્યકાળની ત્રીજી સામાન્ય સભા યોજાઈ હતી. ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી તમામ કામોને મંજૂરી મળી હતી. ત્યારે આગામી સમયમાં શહેરના વિકાસને વધુ વેગવંતુ બનાવવા માટે પાલિકાના તમામ સુધરાઇ સભ્યો દ્વારા ખભે ખભો મિલાવીને સર્વાંગી વિકાસ માટે યોગદાન પૂરું પડ્યું હોવાનું પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.