રિક્ષા હંકારી ઘરે આવેલો પતિ ત્રણેયના લટકતા મૃતદેહો જોઈને ભાંગી પડ્યો
પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું: બે દીકરીની હત્યા અંગે માતા સામે ગુનો નોંધવા તજવીજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
રાજકોટની ભાગોળે નવાગામ (આણંદપર)માં ગત રાત્રે ચકચારી ઘટના બનવા પામી છે એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીને પ્લાસ્ટિકની દોરીથી છતના હુકમ લટકાવી ગળેટૂંપો મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ સાડીથી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે કાળજુ કંપાવનારી આ ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતના અધિકારીઓ અને બી ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાને સંતાનમાં બે દીકરી હતી પરંતુ પુત્ર રત્નની પ્રાપ્તિ નહિ થતા આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે હાલ મૃતક માતા સામે તેની બે દીકરીની હત્યા અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે બનાવને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટીમાં રહેતા અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી ઉ.28એ ગત સાંજે તેની બે દીકરી પ્રિયાંશી ઉ.8 અને હર્ષિતા ઉ.5 બંને ઘર બહાર રમતી હતી ત્યારે ઘરની અંદર બોલાવી બંનેને પ્લાસ્ટિકની દોરીથી છતના હૂંકમાં ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે સાડીથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં અસ્મિતાબેને આ અંતિમ પગલું ભરી લીધું હતું રાત્રે તેનો પતિ છકડો રીક્ષા હંકારી ઘરે આવ્યો ત્યારે તેણે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ નહિ ખોલતા તેમજ અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા દેકારો કરતા અન્ય લોકો એકઠા થઇ ગયા હતા અને દરવાજો તોડીને જોતા ત્રણેયના લટકતા મૃતદેહો મળી આવ્યા હતા પત્ની અને બે વહાલસોયી દીકરીના મૃતદેહ જોઈ તે ભાંગી પડ્યો હતો તુરંત 108ને જાણ કરી હતી 108ના સ્ટાફે જોઈ તપાસી ત્રણેયને મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતા બી-ડિવીઝન પોલીસ ઉપરાંત ઝોન-1ના ડીસીપી હેતલ પટેલ, ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી બારીયા સહિતના અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પુત્રીઓને પ્લાસ્ટિકની દોરીથી ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં અસ્મિતાબેન તેની બંને પુત્રીઓ તેના પતિ ઉપરાંત સસરા સહિતના પરિવાર સાથે રહે છે પતિ અને સસરા છકડો રિક્ષા ચલાવે છે.
ઘટના બની ત્યારે બંને ઘરે હાજર ન હતા પતિ રાત્રે ઘરે જમવા આવ્યો ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી અસ્મિતાબેનના આપઘાત અંગે પતિની પોલીસે પૂછતાછ કરતા પત્નીને સંતાનમાં પુત્ર જોઈતો હતો પરંતુ તેની પ્રાપ્તિ નહીં થતાં ડિપ્રેશનમાં રહેતાં હોવાનું જણાવ્યું છે કદાચ પુત્રની પ્રાપ્તિ થઇ થવાના આ કારણથી પગલું ભરી લીધું છે મોડી રાત્રે પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યાં બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયા હતા. ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયા બાદ પોલીસ બે દીકરીની હત્યા નિપજાવવા અંગે ગુનો નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરશે.
- Advertisement -
દસ વર્ષ પૂર્વે લગ્ન કરનાર પરિણીતાનું માવતર સરધાર છે
દિકરીઓની હત્યા કરી આપઘાત કરી લેનારા અસ્મીતાબેનના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર સરધાર નજીક ગઢડીયા ગામે રહે છે. પિતાનું નામ ધીરૂભાઇ બાવળીયા છે તેણીના સાસુ હયાત નથી, સસરા વિનોદભાઇ સોલંકી મિત્રના કારખાનાનું ઉદ્દઘાટન હોઇ ત્યાં હાજરી આપવા બહારગામ ગયા હતાં.



